ટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

દીકરીએ પરિવારને દુબઈ ટ્રિપની સરપ્રાઈઝ આપી, ભાવુક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉત્તરપ્રદેશ, 6 ફેબ્રુઆરી 2026:  સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીકરીએ પોતાના પરિવારને દુબઈ પ્રવાસનું સરપ્રાઈઝ આપતા તેમની લાગણીસભર પ્રતિક્રિયા દર્શાવવામાં આવી છે. વર્ષો સુધી પરિવાર માટે કરેલી મહેનત અને ત્યાગ બદલ આભાર વ્યક્ત કરવા માટે દિકરીએ માતા-પિતા અને દાદી માટે ખાસ પત્રો તૈયાર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Apurva Chaturvedi (@apurva.unfolded)

વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે માતાએ પત્ર વાંચવાનું શરૂ કર્યું, ત્યારે તેમાં લખેલું હતું, “આભાર મમ્મી… ઘણા વર્ષોથી આખું ઘર જ તમારી દુનિયા હતું… હવે દુનિયા જોવા સમય આવી ગયો છે… આપણે દુબઈ જઈ રહ્યા છીએ.” આ વાંચતા જ પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.

પછી દાદીએ પણ પોતાનો પત્ર વાંચ્યો, જેમાં તેમને આભાર સાથે દુબઈ પ્રવાસની ખુશખબર આપવામાં આવી હતી. જ્યારે પિતાની વારો આવ્યો, ત્યારે તેઓ પોતાનાં આંસુ રોકી શક્યા નહીં. વીડિયોમાં દેખાય છે કે પત્ર હાથમાં લેતા જ તેઓ રડી પડ્યા. દિકરીએ તેમને સમજાવ્યું કે આ ખુશીની ક્ષણ છે, જ્યારે માતાએ કહ્યું કે આ તો ખુશીના આંસુ છે. પત્રમાં લખેલું હતું કે, “આભાર પાપા… તમે આખી જિંદગી અમારા માટે બધું કર્યું… હવે તમારી ખુશીની વારો છે… આપણે દુબઈ જઈ રહ્યા છીએ.” અંતે પિતા પણ પરિવાર સાથે ખુશીના પળોમાં જોડાઈ ગયા.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર apurva.unfolded નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો અને તેને હજારો લોકોએ પસંદ કર્યો છે. વીડિયોને અંદાજે 58,000થી વધુ લાઈક અને 1,600થી વધુ કમેન્ટ્સ મળ્યા છે. અનેક યુઝર્સે દિકરીના આ પ્રેમાળ અને લાગણીસભર સરપ્રાઈઝની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે, “મને ખુશી છે કે તમે આવું કરી શક્યા, મને અફસોસ છે કે હું નહીં કરી શક્યો.” બીજા એક યુઝરે કહ્યું કે, “આ વીડિયો જોઈને એક સાથે હસવું પણ આવ્યું અને રડવું પણ આવ્યું

આ પણ વાંચો : ‘ભારત-પાકિસ્તાન સહિત અનેક દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો

Back to top button