ભારત અને ચીન વચ્ચે ફરી સીધી ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

નવી દિલ્હી, 15 એપ્રિલ, 2025: ભારત અને ચીન વચ્ચે સરહદના તણાવને કારણે પાંચ વર્ષે પહેલા સંબંધો બગડ્યા હતા. ત્યારે ભારત અને ચીને બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે વાતચીતનો એક રાઉન્ડ યોજ્યો હતો. પરંતુ ક્યારે ફ્લાઇટ શરૂ કરાશે તેની તારીખ હજુ સુધી નક્કી કરાઇ નથી. આ પ્રગતિ માટે પરંતુ હવે અમરિકાનું ટેરિફ વોર પણ જવાબદાર હોવાનું મનાય છે.
બન્ને પડોશી દેશોએ પોતપોતાના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વેપાર અને આર્થિક મતભેદોને ઉકેલવા માટે જાન્યુઆરીમાં સંમતિ સાધી હતી, જેમાં ખાસ કરીને કોવિડ રોગચાળા બાદ ચીન અન્ય પડોશી દેશોની તુલનામાં પાછળ ધકેલાઇ ગયુ હતું.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ચીને વાતચીતનો એક રાઉન્ડ યોજ્યો છે એમ નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુન્મંગ વૌલનામે નવી દિલ્હી સ્થિત આયોજિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં વધુ ઊંડા ન ઉતરતા ઉમેર્યુ હતું હજુ પણ કેટલાક મુદ્દાઓ જે વણઉકલ્યા છે.
ભારત અને ચીન વચ્ચે હિમાલયની સરહદ પર 2020માં બન્ને દેશોની લશ્કરી ટુકડી વચ્ચે અથડામણથી ઓછામાં ઓછા 20 ભારતીય અને 4 ચાઇનીઝ સૈનિકો માર્યા ગયા હતા જેના કારણે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી.
તેના પરિણામ સ્વરૂપે ભારતે દેશમાં રોકાણ કરતી કેટલીક ચાઇનીઝ કંપનીઓ પર નિયંત્રણો લાદ્યા હતા, અસંખ્ય લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો અને પેસેન્જર રુટ્સમાં પણ ઘટાડો કર્યો હતો જોકે ડાયરેક્ટ કાર્ગો ચાલુ રાખવામાં આવ્યા હતા. પર્વતીય સરહદો પર લશ્કરી વિવાદને હળવો કરવા ઓક્ટોબરમાં થયેલી સંધિને પગલે સંબંધોમાં સુધારો થયો છે, નોંધનીય છે કે તે જ મહિનામાં ચીનના રાષ્ટપતિ શિ જિનપીંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયામાં મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ બરોડાના રાજાના દુર્લભ ગોલકોન્ડા બ્લ્યુ ડાયમંડની જિનીવામાં થશે લીલામી, મળશે કરોડો રૂપિયા












