ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી કરતો CRPFનો જવાન ઝડપાયો, NIAએ કરી ધરપકડ

નવી દિલ્હી, 26 મે, 2025: CRPF jawan arrested for spying પહલગામમાં ઈસ્લામિક જેહાદી આતંકી હુમલા પછી અને ખાસ કરીને ઓપરેશન સિંદૂરને પગલે સમગ્ર દેશમાં જાસૂસો ઝડપાઈ રહ્યા છે જેઓ પાકિસ્તાનને ભારતીય સશસ્ત્ર દળોની ગુપ્ત માહિતી પહોંચાડી રહ્યા હતા. હાલ તત્કાળ મળતા સમાચાર અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દિલ્હીમાંથી સીઆરપીએફના એક જવાનને ઝડપી લેવામાં આવ્યો છે. તે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ CRPFના આ જવાનની ધરપકડ કરવામાં આવી છે. ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના બદલામાં સીઆરપીએફના આ જવાનને નાણા મળતા હતા. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને માહિતી પહોંચાડતો હોવાનું જાણવા મળ્યું છે.

એનઆઈએએ સીઆરપીએફ જવાનની પૂછપરછ શરૂ કરી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, જવાને સોશિયલ મીડિયા દ્વારા જ દેશ સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. તેને આના બદલામાં પૈસા પણ મળ્યા હતા.

જવાનને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો

જવાનની ધરપકડ બાદ તેને સીઆરપીએફના નિયમો અનુસાર નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. આરોપીએ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને અનેક સંવેદનશીલ માહિતી મોકલી હતી. ભારતમાં ઓપરેશન સિંદૂર બાદ અનેક જાસૂસો પકડાયા છે. તેમાં સૌથી ચર્ચિત નામ જ્યોતિ મલ્હોત્રાનું છે. યૂટ્યૂબર જ્યોતિ પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. તે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં આવી હતી.

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા અનેક આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા. આ બાદ પાકિસ્તાની સેનાએ ભારતના અનેક શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. અંતે પાકિસ્તાન સીઝફાયર માટે મજબૂર થયું.

આ પણ વાંચોઃ જ્યોતિ મલ્હોત્રા યુટ્યૂબર હોય તો પાકિસ્તાનમાં તેને સિક્યોરિટી કેમ મળતી હતી? જુઓ વીડિયો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button