અમદાવાદમાં ઝડપાઈ પાકિસ્તાની મહિલા, શારદાબેન હોસ્પિટલમાં સારવાર કરાવવા જતાં પકડાઈ ગઈ

અમદાવાદ, 31 મે, 2025: Pakistani woman arrested in Ahmedabad ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બાદ ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાની નાગરિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેના માટે તંત્ર અને પોલીસ ફોર્સ આવા લોકોને શોધી શોધીને બહાર કાઢી રહી છે. ત્યારે હવે એક પાકિસ્તાન મહિલા અમદાવાદમાંથી ઝડપાઈ છે. જે હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવી હતી, જ્યાં તેનો ભાંડો ફુટી ગયો. આ મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવામાં ગઈ હતી, આ સમયે તેનો ભાંડો ફુટી ગયો. હાલ મહિલા અને તેના પરિવાર સાથે પૂછપરછ ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત કરાવવા માટે આવી હતી. આ દરમ્યાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેની પાસેથી ઓળખના પુરાવા માગ્યા. ત્યારે આ મહિલાએ આધાર કાર્ડની જગ્યાએ પાસપોર્ટ આપ્યો હતો. જેના કારણે સ્ટાફને નવાઈ લાગી. બાદમાં પાસપોર્ટ જોતા ખબર પડી કે આ મહિલા તો પાકિસ્તાની છે અને તેના વિઝા પણ માર્ચ મહિનામાં ખતમ થઈ ગયા છે. ત્યારથી આ મહિલા ભારતમાં તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહી છે.
હાલ, આ પાકિસ્તાની મહિલાને અલગથી ANC વોર્ડમાં રાખવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે, તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખુશખબર: ગુજરાતમાં આ દિવસથી ચોમાસાની શરુઆત થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
આ પણ વાંચોઃ ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












