કબડ્ડીની ગેમમાં ક્રાઇમની એન્ટ્રી! કેમ વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર્સના ટાર્ગેય પર છે પંજાબની ખેલાડી?

પંજાબઃ 5 નવેમ્બર, 2025: Punjab Crime: પંજાબના કબડ્ડીના મેદાન હવે માત્ર રમત નહીં, પરંતુ ગેંગ, ગેંગવૉર અને ડ્રગ્સના નેટવર્કનું કેન્દ્ર બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પંજાબના કબડ્ડીના મેદાન લોહીથી રંગાઈ ગયા છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં 10 કબડ્ડી ખેલાડીઓની હત્યા કરવામાં આવી છે. મંગળવારે (4 નવેમ્બર) રાત્રે લુધિયાણામાં 23 વર્ષના કબડ્ડી ખેલાડી ગુરવિંદર સિંહની હત્યા આ જ સિલસિલાની તાજી ઘટના છે.
ગોળીબારની ઘટના અને લોરેન્સ બિશ્નોઈ ગેંગની કબૂલાત
આ હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. અનમોલ બિશ્નોઈના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ હત્યા કરણ માદપુર અને તેજ ચકે કરી છે.
શું હતી ઘટના?
ઘટના સમયે ગુરવિંદર તેના મિત્રો ધર્મવીર અને લવપ્રીત સિંહ સાથે એક મેડિકલ સ્ટોરમાં સામુદાયિક કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. અચાનક હુમલાવરો આવ્યા અને કોઈ પણ પૂછપરછ કર્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો. આ ફાયરિંગમાં ગુરવિંદર અને ધર્મવીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સમરાલા સિવિલ હોસ્પિટલ અને પછી ચંડીગઢ રિફર કરાયા, જ્યાં રસ્તામાં ગુરવિંદરનું મૃત્યુ નિપજ્યું. પોલીસને ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ મળી આવ્યા છે.
કબડ્ડી ખેલાડીઓ કેમ બની રહ્યા છે નિશાન?
NIA દ્વારા ગેંગસ્ટર નેટવર્કની તપાસ બાદ દાખલ કરાયેલી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે પંજાબમાં કબડ્ડી હવે માત્ર એક રમત નથી, પરંતુ શોહરત, પૈસા અને પાવરનું મોટું મંચ બની ગયું છે.
સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગ:
કબડ્ડી ટુર્નામેન્ટ્સમાં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે. પંજાબની ગુનાઈત ગેંગ ખેલાડીઓને મેચ ફિક્સ કરવા દબાણ કરે છે અથવા તેમને પોતાની લીગમાં સામેલ કરવા ધમકાવે છે. કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયામાં કબડ્ડીના NRI ટુર્નામેન્ટ યોજાય છે, જેમાં કરોડો રૂપિયાના ઈનામો ઓફર થાય છે. આ પૈસા મુખ્યત્વે ડ્રગ્સના ધંધામાંથી આવે છે.
પોપ્યુલારિટી અને જોડાણ:
સોશિયલ મીડિયાના યુગમાં ખેલાડીઓની લોકપ્રિયતા ઝડપથી વધે છે, જેના કારણે ગેંગસ્ટરોની નજર તેમના પર પડે છે. બેરોજગારીને કારણે કેટલાક ખેલાડીઓ ડ્રગ્સની હેરાફેરી અથવા ગેંગના સંપર્કમાં આવે છે. એક ખેલાડીનું કોઈ ચોક્કસ ગેંગમાં જોડાણ તેને બીજી ગેંગનો દુશ્મન બનાવી દે છે.
કબડ્ડી ખેલાડીઓની ચર્ચિત હત્યાઓ
છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી કેટલીક મુખ્ય હત્યાઓ:
| ઘટના | સ્થળ | મૃતક |
| માર્ચ 2022 | આંતરરાષ્ટ્રીય ખેલાડી | સંદીપ સિંહ |
| મે 2020 | કપૂરથલા | અરવિંદરજીત સિંહ પડ્ડા |
| ઓગસ્ટ 2020 | બટાલા | ગુરમેજ સિંહ |
| એપ્રિલ 2022 | પટિયાલા | ધર્મેન્દ્ર સિંહ |
| સપ્ટેમ્બર 2023 | કપૂરથલા | હરદીપ સિંહ |
| નવેમ્બર 2024 | તરનતારન | સુખવિંદર સિંહ ઉર્ફ નોની |
| મે 2025 | લુધિયાણા | જગવિંદર |
| જૂન 2025 | પંચકૂલા | સોનુ નોલટા |
| ઓક્ટોબર 2025 | લુધિયાણા | તેજપાલ |
આ પણ વાંચોઃ Video: આ લોકો માણસ નહીં, સુપર હ્યુમન છે; બતાવ્યા એવા કરતબ કે તમે દાંત નીચે આંગળી દબાવી દેશો!
આ પણ વાંચોઃ VIDEO: યુવતીએ પુલ પરથી લગાવી છલાંગ, ત્યાં જ યુવકે પકડી લીધો હાથ… ફિલ્મી અંદાજમાં બચાવ્યો જીવ











