ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Credit Score: શું તમારો ક્રેડિટ સ્કોર 750થી વધુ છે? તો આ ફાયદાઓ વિશે જાણી લો

  • એકવાર તમારો ક્રેડિટ સ્કોર 750 કે 780 પર પહોંચી જાય પછી, ઘણા ફાયદા થવા લાગે છે. મોટાભાગના લોકોને આ ફાયદાઓની જાણ હોતી નથી

Buisness News: મોટાભાગના લોકોને ક્રેડિટ સ્કોર credit score નો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે તેમણે હોમ લોન, કાર લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની હોય છે. આ પહેલા તેઓ તેમના ક્રેડિટ સ્કોરની તપાસ કરવાનું પણ જરૂરી માનતા નથી. નિષ્ણાતો કહે છે કે વ્યક્તિના ક્રેડિટ સ્કોરનું સંપૂર્ણ જ્ઞાન હોવું મહત્ત્વપૂર્ણ છે. આના ઘણા ફાયદા છે.

750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને લાભ મળશે

નિષ્ણાતો કહે છે કે એકવાર તમારો ક્રેડિટ સ્કોર 750 કે 780 પર પહોંચી જાય પછી, ઘણા ફાયદા થવા લાગે છે. મોટાભાગના લોકો આ ફાયદાઓથી વાકેફ હોતા નથી. ઊંચા ક્રેડિટ સ્કોર સાથે તમે બેંક અથવા NBFC પાસેથી તમારા લોનના વ્યાજ દરમાં ડિસ્કાઉન્ટની વિનંતી કરી શકો છો. આ ઉપરાંત અન્ય નિયમો અને શરતો પર પણ છૂટછાટ માંગી શકો છો.

કારણ કે તેઓ આવા ગ્રાહકોને લોન આપવી ઓછી જોખમી માને છે, જેનો ક્રેડિટ સ્કોર હાઈ હોય છે. ગ્રાહકો બેંક અથવા NBFC પાસેથી વધુ સારા વ્યાજ દર અને નિયમો અને શરતોની માંગ કરવા માટે તેમના ઉચ્ચ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે.

તમે બેંક સાથે વાટાઘાટો કરી શકો છો

આને એક ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. જો બે બેંકો તમારી લોન અરજી મંજૂર કરે છે, તો તમે એક બેંકની ઓફર બીજી બેંકને બતાવી શકો છો. તમે વ્યાજ દરમાં છૂટ માંગી શકો છો. બેંકો ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને ગુમાવવા માંગતી નથી, તેથી તેઓ તેમની માંગણી પુરી કરે છે. બીજી બાજુ જો ક્રેડિટ સ્કોર ઓછો હોય, તો બેંકો વધુ વ્યાજ દર વસૂલી શકે છે.

બેંકો પ્રી-એપ્રુવ્ડ લોનની ઓફર મોકલતી રહે છે

ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઘણીવાર બેંકો તરફથી પ્રી-એપ્રુવ્ડ લોન ઓફર મળે છે અથવા અરજી કર્યા વિના તેમના ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરવાની ઓફર પણ મળે છે. આ ઓફર ઘણીવાર ઈમરજન્સીમાં ઉપયોગી સાબિત થાય છે. જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે, ત્યારે પ્રી-એપ્રુવ્ડ લોન ઓફર કામમાં આવે છે. ગ્રાહકોને ઓછા વ્યાજ દરે જરૂરી ભંડોળ મળે છે. તેનાથી વિપરીત બેંકો ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને અરજી કર્યા પછી પણ લોન આપવામાં અનિચ્છા રાખી શકે છે.

ઘણી અન્ય સર્વિસમાં ઉચ્ચ ક્રેડિટ સ્કોરના ફાયદા

ભારતમાં વિવિધ અન્ય સેવાઓ માટે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તપાસવાની પ્રથા પણ વધી રહી છે. આ પ્રથા વિદેશમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. ઘણા મકાનમાલિકો ઘર ભાડે લેતા પહેલા વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તપાસે છે. જો ક્રેડિટ સ્કોર ઊંચો હોય તો તેઓ ઘર ભાડે આપવામાં રસ દાખવે છે. ઘણી બેંકો તેમના શ્રેષ્ઠ ક્રેડિટ કાર્ડ ફક્ત ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને જ આપે છે.

આ પણ વાંચોઃ ચિલીમાં લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, રસ્તા પર આગની જ્વાળાઓઃ 4નાં મોત, 17 ઘાયલ

Back to top button