બાદશાહ-ઈશાના સંબંધોમાં તિરાડ? અભિનેત્રીની ભાવુક પોસ્ટ બાદ છૂટાછેડાની અટકળો

Badshah-Isha’s relationship: પંજાબી અભિનેત્રી ઈશા રિખી અને જાણીતા રેપર બાદશાહના વૈવાહિક જીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની છે. બંનેએ આ વર્ષે માર્ચ મહિનામાં પ્રાઈવેટ ફંક્શનમાં લગ્ન કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે લગ્નના થોડા જ મહિનાઓ બાદ ઈશાની એક ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટે તેમના સંબંધોને લઈને અનેક અટકળોને જન્મ આપ્યો છે.
ઈશાની પોસ્ટે વધારી ચર્ચા
ઈશા રિખીએ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર પોતાના જીવનમાં ડર, મૌન અને ભાવનાત્મક સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે કેટલીક લડાઈઓ એવી હોય છે જેના કોઈ દેખીતા ઘા નથી હોતા. લાંબા સમય સુધી તેઓ ડરના કારણે મૌન રહ્યા હતા, પરંતુ હવે તેઓ ડર સામે હિંમત પસંદ કરી રહ્યા છે.
ઈશાએ એમ પણ લખ્યું કે તેમની ચુપ્પીને ક્યારેય સંમતિ અથવા સમાધાન તરીકે ન જોવી જોઈએ. તેમના શબ્દોમાં, મૌન માત્ર પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ હતો, હવે તેઓ બધું ઠીક હોવાનો દેખાવ કરવા તૈયાર નથી.
View this post on Instagram
વેડિંગ વીડિયો બાદ અટકળો
આ પોસ્ટ પહેલાં ઈશાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમના અને બાદશાહના ખાસ પળો તેમજ ખાનગી લગ્ન સમારંભની કેટલીક ઝલકો જોવા મળી હતી. વીડિયોની સાથે તેમણે લખ્યું હતું કે, “દરેક તોફાન એક પાઠ હોય છે અને દરેક પ્રાર્થના એક આશા.”*આ સાથે તેમણે તૂટેલા દિલનું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે બંને વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ વધુ તેજ બની હતી.
ખાનગી લગ્ન બાદ હવે સવાલો
અહેવાલો મુજબ બાદશાહ અને ઈશા રિખીએ લાંબા સમય સુધી પોતાના સંબંધ અને લગ્નને જાહેર કર્યા નહોતા. બાદમાં ઈશાની માતાએ સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાક વીડિયો શેર કર્યા હતા. ત્યારબાદ ઈશાએ પણ એક પ્રશ્નોત્તરી દરમિયાન લગ્ન થયાની પુષ્ટિ કરી હતી અને લગ્નને ખાનગી રાખવાના નિર્ણય અંગે પ્રશ્ન બાદશાહને પૂછવા જણાવ્યું હતું.
બાદશાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં
ઈશાની તાજેતરની પોસ્ટ બાદ બંનેના સંબંધોને લઈને અલગાવની અટકળો ચાલી રહી છે. જોકે, ઈશાએ પોતાની પોસ્ટમાં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી અને ન તો કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ, બાદશાહે પણ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો : ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે ત્રણ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ પર રાજીનામાનું દબાણ, વિરોધ પ્રદર્શન તેજ












