ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

પ્રત્યક્ષ કર કલેક્શનમાં ઉત્તરોત્તર વધારો, પાંચ વર્ષોમાં બમણું થયું

નવી દિલ્હી, 28 જુલાઇ, 2025: નાણાં મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પ્રત્યક્ષ કર કલેક્શનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે પ્રત્યક્ષ કર કલેક્શન 12.31 લાખ કરોડ હતું, તે 2021-22માં વધીને 16.34 લાખ કરોડ થયુ છે. ત્યાર પછી 2022-23માં 19.72 લાખ કરોડ રૂપિયા અને 2023-24માં 23.38 લાખ કરોડ સુધી પહોંચી ગયુ છે. 2024-25માં તે વધીને 27.02 લાખ કરોડ થયુ છે. આ વધારો આર્થિક સુધારાઓ અને કર વસૂલાતની વધુ સારી વ્યવસ્થાનું પરિણામ છે. સરકારે કર આધાર વધારવા માટે અનેક ડિજીટલ પગલાં ઉઠાવ્યા છે.

સમય જતાં દેશમાં કર પ્રણાલીમાં ટેકનોલોજીકલ ફેરફારો થયા છે. 1995માં PAN નંબર રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી કરદાતાઓને ઓળખવાનું સરળ બન્યું અને કર આધારનો વિસ્તાર થયો. 2009માં સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) અને ૨૦૧૨માં TRACES સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી, જેણે ITR પ્રોસેસિંગ, રિફંડ જારી કરવામાં અને TDSમાં ભૂલો સુધારવામાં મદદ કરી હતી. નકલી ઓળખ અને ડુપ્લિકેશન અટકાવવા માટે PANને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા 2017માં શરૂ થઈ હતી.

TIN 2.0 નામની નવી કર ચુકવણી પ્રણાલી રજૂ કરવામાં આવી હતી, જે રીઅલ-ટાઇમ ટેક્સ ક્રેડિટ, બહુવિધ ચુકવણી વિકલ્પો અને ઝડપી રિફંડ પ્રદાન કરે છે. આનાથી કરદાતાઓને વધુ સુવિધા મળી છે. મૈસુરમાં ‘ડિમાન્ડ ફેસિલિટેશન સેન્ટર’ સ્થાપવામાં આવ્યું હતું, જ્યાં બાકી કર વિશે સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, જે કરદાતાઓ અને વિભાગીય અધિકારીઓ બંને માટે અનુકૂળ છે.

છેલ્લા દાયકામાં, આવકવેરા વિભાગે ‘પ્રોજેક્ટ ઇનસાઇટ’ શરૂ કર્યું હતું, જે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને દરેક કરદાતાની ૩૬૦-ડિગ્રી પ્રોફાઇલ બનાવે છે. આનાથી કર પાલન વધારવામાં અને કર આધારને વિસ્તૃત કરવામાં મદદ મળી છે. 2019માં રજૂ કરાયેલ ‘ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ’ એ કર અધિકારી અને કરદાતા વચ્ચેના ભૌતિક ઇન્ટરફેસને દૂર કર્યો. આ પ્રક્રિયા વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચોઃ કોર્પોરેટ બોન્ડમાં FDથી વધુ રિટર્ન અને જોખમ ઓછું, બની રહી છે રોકાણકારોની પસંદગી

Back to top button