કોર્પોરેટ બોન્ડમાં FDથી વધુ રિટર્ન અને જોખમ ઓછું, બની રહી છે રોકાણકારોની પસંદગી

નવી દિલ્હી, 28 જુલાઇ, 2025: નિયમો અને ટેકનોલોજીમાં ફેરફારોને કારણે બોન્ડ હવે સામાન્ય રોકાણકારો માટે પહેલેથી વધુ સુલભ, સુરક્ષિત અને લાભદાયક બની ગયા છે. તે ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યા છે. ભારતનુ કોર્પોરેટ બોન્ડ બજાર ઝડપથી વધી રહ્યુ છે. તે 2014માં ફક્ત 3 અબજ ડોલરના સ્તરે હતું, જે 2024માં વધીને 147 અબજ ડોલર સુધી પહોંચી ગયુ છે. પાછલા એક દશકામાં લગભગ 54 ટકાની વાર્ષિક વૃદ્ધિ થઇ છે. આ ફક્ત વૃદ્ધિ જ નથી, પરંતુ રોકાણકારોનો વધી રહેલો વિશ્વાસ અને એક પરિપક્વ નાણાંકીય સિસ્ટમની સાબિતી પણ છે.
આ કારણે બની રહ્યું છે ભરોપાત્ર બોન્ડ બજાર
- કડક નિયમઃ ફક્ત મજબૂત કંપનીઓ જ બોન્ડ જારી કરી શકે છે.
- અનિવાર્ય ક્રેડિટ રેટિંગઃ બોન્ડનું રેટિંગ ક્રિસીલ અને ઇકરા જેવી એજન્સીઓ કરે છે, જેનાથી તમને જોખમો સમજવામાં મદદ મળે છે.
- પારદર્શી ખુલાસોઃ કંપનીઓ પારદર્શી રીતે નિયમિત નાણાંકીય ્પડેટ આપે છે, જેથી રોકાણકારો હંમેશા માહિતગાર રહે છે.
- સંસ્થાકિય ભાગીદારીઃ મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ક જેવા મોટા રોકાણકારો પણ સક્રિય રીતે તેમાં સામેલ હોય છે, જેનાથી બજારમાં ભરોસો અને સ્થિરતા આવે છે.
- વધુ તરલતાઃ ડીમેટ આધારિત ટ્રેડિંગને કારણે જરૂર પડ્યે આસાનીથી બહાર નીકળી શકાય છે. ગ્રિપ જેવા અનેક પ્લેટફોર્મ કોઇ પણ વેચવાની સુવિધા આપે છે. જેનાથી તરલતા સુનિશ્ચિત બને છે.
હવે નાના રોકાણકારો પણ બોન્ડ્સમાં સામેલ થઈ રહ્યા છે
તાજેતર સુધી, કોર્પોરેટ બોન્ડમાં રોકાણ મોટે ભાગે સંસ્થાકીય રોકાણકારો સુધી મર્યાદિત હતું. આનું કારણ એ છે કે લઘુત્તમ રોકાણ 10 લાખ કે તેથી વધુ હતું. 2023માં, સેબીએ નાના રોકાણકારો માટે પણ રસ્તો ખોલ્યો છે.
હવે તમે ફક્ત 10,000 રૂપિયાથી ઘણા બોન્ડમાં રોકાણ કરી શકો છો. કેટલાકમાં, 1,000 રૂપિયાથી ઓછા રોકાણ શક્ય છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા એક દિવસમાં સેટલમેન્ટ થાય છે. બોન્ડ ડીમેટ ખાતામાં મોકલવામાં આવે છે. આ ફેરફારોથી છૂટક રોકાણકારોની ભાગીદારી વધી છે.
ગ્રીપ ઇન્વેસ્ટના અહેવાલ મુજબ, ફક્ત પાંચ ક્વાર્ટરમાં રોકાણ પાંચ ગણું વધ્યું છે. 71 ટકા લોકો ફરીથી રોકાણ કરે છે. ઘણા રોકાણકારોએ 15 મહિનામાં સતત ફરીથી રોકાણ કરીને 10 લાખ કે તેથી વધુનો પોર્ટફોલિયો બનાવ્યો છે.
ભલે તમે ખૂબ જ સાવચેત બચતકાર હોય, અથવા તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા ઇચ્છો છો. બોન્ડ્સ પર ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જ અર્થપૂર્ણ છે. ડિજિટલી રોકાણ કરવું સરળ બન્યું છે. તેનાથી વિશ્વાસ વધ્યો છે. આવી સ્થિતિમાં, આ વિકલ્પ આજના રોકાણકારો માટે યોગ્ય છે. બોન્ડમાં રોકાણનો યુગ હવે પૂરો થઈ ગયો છે.
આ પણ વાંચોઃ 28 જુલાઈ, 2025: મકર રાશિને કરિયરમાં સ્થિરતા અને સફળતા મળશે












