ગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ CM ને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત

કોંગ્રેસના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં અમિત ચાવડાએ રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓનું કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલ મોંઘવારી ભથ્થું જાહેર કરવા રજૂઆત કરી છે.

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.જેમાં તેઓએે રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓનુ કેન્દ્ર સરકારની રાહે બાકી રહેલા મોંઘવારી ભથ્થુ જાહેર કરવા રજૂઆત કરી છે. તેમજ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા વખતો વખત વધારો કરવામા આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો લાભ ન અપાતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

_અમિત ચાવડા -humdekhengenews

જાણો અમિત ચાવડાએ પત્રમાં શું લખ્યું ? 

અમિત ચાવડાએ પત્રમાં લખ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રિત થઈ શકતી નથી અને રાજ્ય સરકાર દિવસે- દિવસે વધી રહેલ તેલના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ, ઘર વપરાશની જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પણ નિયંત્રણ નથી. કેન્દ્ર સરકારે જુલાઈ 2022થી 4%નો મોંધવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ છે તેને મહિનાઓ જેટલો સમય થયો હોવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવેલ નથી.

અમિત ચાવડાએ લગાવ્યા આરોપ

અમિત ચાવડાએ વધુમાં લખ્યું છે કે ગુજરાત સરકાર વારંવાર કેન્દ્ર સરકારની વાહવાહી કરતી હોય છે, પરંતુ જ્યારે જનતા અને કર્મચારીઓને લાભ આપવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે શોષણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ-2022માં જ મોંધવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાજેતરમાં જાન્યુઆરી-2023થી 4% મોંધવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મોંધવારી ભથ્થામાં 4-4 %નો વધારો કરતા 42% લેખે ચુકવવાનું થાય છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારમાં કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામ આવેલ નથી અને 34% લેખે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે.

કર્મચારીઓ પર કામનું ભારણ વધારે

આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામેડળ દ્વારા રાજ્યના નાણ મંત્રીને પત્ર પણ લખાવામાં આવેલ છે તેમ છતાં રાજ્ય સરકાર કર્મચારીઓની લાગણી સમજી શકી નથી, રાજ્યમાં ઉત્સવો અને કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો વ્યય થાય છે, રાજ્ય સરકાર મોડલ સ્ટેટ હોવાના દાવાઓ થાય છે પણ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં હજારો કર્મચારીઓની ઘટ છે તેના કારણે કામ કરી રહેલ કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ પાસે પૂરતું કામ લેવામાં આવે છે, અલગ-અલગ એક કરતા વધુ જવાબદારીઓ સોંપવાની સાથે ચુંટણીઓમાં તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને તેમના હક્કનું મોંઘવારી ભથ્થું સમયસર આપવામાં આવતું નથી.

રજૂઆતને સ્વીકારી તાત્કાલિક પગલા લેવા માંગ

આમ અમિત ચાવડાએ જુલાઈ-2022થી 4% અને જાન્યુઆરી-2023થી 4% મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવાવનો બાકી છે તે તાત્કાલિક જાહેર કરીને ચુકવવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો : ખેડૂતો પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા : એપ્રિલમાં આ તારીખે ખાબકશે વરસાદ

Back to top button