ગુજરાતટોપ ન્યૂઝ

ખેડૂતો પર ફરી ચિંતાના વાદળ ઘેરાયા : એપ્રિલમાં આ તારીખે ખાબકશે વરસાદ

Text To Speech

ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વધુ એક વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસની કાળઝાળ ગરમી બાદ 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.

એપ્રિલમાં વરસાદની આગાહી

રાજ્યમા કમોસમી વરસાદની કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની શરુઆતથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. માર્ચ મહિનાની વાત કરવામા આવે તો માર્ચ મહિનામાં આ વખતે 5 વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે એપ્રિલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહી-humdekhengenews

4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ

હવામાન વિભાગે એપ્રિલમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 3 દિવસની ગરમી બાદ 4 અને 5 એપ્રિલે ફરી કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા રહેલી છે. ત્યારે હવામાવ વિભાગની આગાહીન પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદની ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક ભાગમાં એપ્રિલના પહેલા જ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા રહેલી છે.

આ જિલ્લામાં થશે અસર

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતુ કે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી જશે. ત્યાર બાદ ફરી એક ક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આ માવઠું 4 અને 5 એપ્રિલે થઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ખાસ કરીને 4 એપ્રિલે કચ્છમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે 5 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અને કચ્છમાં થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની એકાએક તબિયત લથડી

Back to top button