
Gujarat News : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે ગયા છે. CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. તેઓ આજે તા. 16 ઓગસ્ટના વહેલી સવારે 4:40 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી દુબઈ થઈ અમેરિકાના કેલિફોર્નિયામાં પહોંચશે.
આ પ્રવાસ દરમિયાન તેઓ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણ વધારવા માટેના વિવિધ અવસર અંગે વિદેશી ઉદ્યોગજગત સાથે ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી સાથે અધિકારીઓ અને ઉદ્યોગજગતનું પ્રતિનિધિમંડળ પર જશે પ્રવાસે
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે.
https://x.com/Bhupendrapbjp/status/2088879622784160123
ગુજરાત ડેલિગેશન બેઠકમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુતિ કરશે
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન ડી સી, ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટૂ-વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે. આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
IAS અધિકારીઓને વધારાનો ચાર્જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના-કેનેડા પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળમાં સામેલ અધિકારીઓના મહત્વપુર્ણ વિભાગોનો વહીવટ ચાલુ રહે તે માટે સરકારે વૈકલ્પિક ચાર્જની વ્યવસ્થા કરી છે. આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે રાજ્યપાલના નામે જાહેર કર્યો છે. ડૉ. ટી. નટરાજન (IAS) ની ગેરહાજરી દરમિયાન ડૉ. અંજુ શર્મા (IAS ને નાણાં વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. મમતા વર્મા (IAS)ના સ્થાને રાજીવ ટોપનો (IAS) ને ઉદ્યોગ અને ખાણ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. સંજીવ કુમાર (IAS) ની ગેરહાજરીમાં અરુણકુમાર એમ. સોલંકી (IAS) ને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
આ પણ વાંચો : ઋષભ પંતે જેક્સ કાલિસ, ક્રિસ ગેલ અને ટિમ સાઉથીના રેકોર્ડ તોડ્યા, ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા મારવાથી બે પગલાં દૂર












