ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં ગોટાળાનો દાવો હાસ્યાસ્પદઃ હાઈકોર્ટે રદ કરી અરજી

મહારાષ્ટ્ર, 26 જૂન, 2025: Maharashtra Election: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળાના આરોપો વચ્ચે બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો રદ કરવાની માંગ કરતી વંચિત બહુજન વિકાસ આઘાડીના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે, ચૂંટણીમાં ગોટાળાના દાવા માટે કોઈ મજબૂત આધાર નથી. કોર્ટે કહ્યું કે આ નિરાશામાં કરવામાં આવેલા હાસ્યાસ્પદ દાવા સિવાય બીજું કંઈ નથી.

જસ્ટિસ જી.એસ કુલકર્ણી અને આરિફ ડૉક્ટરની ખંડપીઠે પ્રશ્ન કર્યો કે 2024ની લોકસભા ચૂંટણી સહિતની પાછલી સામાન્ય ચૂંટણીઓમાં સમાન મતદાન પેટર્નને ક્યારેય કેમ પડકારવામાં આવી ન હતી? જ્યાં સુધી પુરાવા ન દેખાય કે સાંજે 6 વાગ્યા પછીના પરિણામો કોઈપણ ઉમેદવારને જીતવામાં મદદ કરે છે, ત્યાં સુધી અરજી પૂર્ણ નથી. અરજીને ફગાવતા ખંડપીઠે કહ્યું કે, સુનાવણીમાં આખો દિવસ બગાડવામાં આવ્યો હતો, અરજદારોને દંડ થવો જોઈએ, પરંતુ અમે એવું નથી કરી રહ્યા. અરજીમાં સાંજે 6 વાગ્યે મતદાન સમાપ્ત થયા પછી પડેલા લગભગ 76 લાખ મતોની માન્યતાને પડકારવામાં આવી હતી. અરજદાર ચેતન ચંદ્રકાંતે કહ્યું હતું કે, સાંજે 6 વાગ્યા પછી મોટી સંખ્યામાં મતદાન થયું હતું જે અનિયમિતતાનો સંકેત છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પણ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છે, જેનો ચૂંટણી પંચે પણ જવાબ આપ્યો છે.

ચૂંટણી પંચે ચિંતા વ્યક્ત કરી

ચૂંટણી પંચે દલીલ કરી હતી કે, એક મતદાર બધી 288 બેઠકોની ચૂંટણી રદ કરવાની માંગ કરી રહ્યો છે. જ્યારે કોઈ વિજેતા ઉમેદવાર અરજીમાં પક્ષકાર નથી, ત્યારે આ કેવી રીતે શક્ય છે? છેવટે, આ ચૂંટણીમાં આ મુદ્દો કેમ ઉભો થયો, જ્યારે દરેક ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા પછી મતદાન થઈ રહ્યું છે.

 આ પણ વાંચોઃ શું ડચ કવીન મેક્સિમાએ ટ્રમ્પની મજાક ઉડાવી હતી? નાટો સમિટ દરમિયાન વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના કરી, Video

Back to top button