ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસ ડામવા શહેર પોલીસ મેદાનમાં, બહાર પાડ્યું જાહેરનામું

Gujarat News : અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસથી સામાન્ય જનતા પરેશાન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઢોરના વધતા ત્રાસને રોકવામાં નિષ્ફર ગયું હોય તેવું ચિત્ર દેખાય રહ્યું છે. અમદાવાદરમાં જાહેરમાં રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અટકાવવા અને નાગરિકોને સુરક્ષા આપવા માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં હવે આ સમસ્યાના સમાધાન માટે શહેર પોલીસ હવે મેદાનમાં આવી છે. ત્યારે શહેર પોલીસ કમિશનરે રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવવા જાહેરનામું બહાર પાડ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, નો-કેટલ ઝોન અને કેટલ ફ્રી એરિયામાં કોઈપણ પશુ માલિક પોતાનું ઢોર જાહેરમાં રખડતું મૂકી શકશે નહીં. તેમજ નિયમનો ભંગ કરનાર પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ અને જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ અમદાવાદ-મ્યૂનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરશે.

પશુ માલિકોએ પશુઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત

 

આ સાથે જ તમામ પશુ માલિકો માટે આગામી 6 દિવસમાં પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત કરાયું છે. દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાવવાના રહેશે. પશુની માલિકીમાં ફેરફાર, વેચાણ અથવા મૃત્યુ થાય તો તેની જાણ કોર્પોરેશનને ફરજિયાત પણે કરવાની રહેશે.

આ સાથે જ શહેરમાં ટ્રાફિક અને જાનહાનિની સમસ્યા નિવારવા માટે કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે ‘કેટલ ફ્રી એરીયા’ જાહેર કરાયા છે. જ્યારે રામોલ, વસ્ત્રાલ અને હાથીજણ વિસ્તારને ‘નો-કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ અને જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સિયાને પણ ખીણમાં ધક્કો મારી દો, કેતન અગ્રવાલ મર્ડર કેસમાં સિયાના માતા-પિતાનું નિવેદન

Back to top button