આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અમેરિકા સાથે વાત કરવા ચીન તૈયાર, પરંતુ ટ્રમ્પ સરકાર સામે મુકી આ બે શરતો

શાંઘાઇ, 18 એપ્રિલ, 2025: ચીન દ્વિપક્ષીય વેપાર પર અમેરિકા સાથે વાટાઘાટ કરવા તૈયાર થઇ ગયુ છે, પરંતુ તેણે કેટલીક શરતો મુકી છે. એક ચાઇનીઝ અધિકારીને ટાંકતા બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતુ કે તેમાં પહેલી શરત એ છે કે ચીન તરફ સન્માનજનક વલણ દાખવવામાં આવે, અમેરિકા પોતાની નીતિઓમાં સ્થિરતા રાખે, રોજે રોજ નિયમ ન બદલે એટલુ જ નહી ચીન એવુ પણ ઇચ્છે છે અમેરિકી પ્રતિબંધ અને તાઇવાન સાથે જોડાયેલી તેની ચિંતા પરત્વે લક્ષ્ય આપવામાં આવે.

ચીનના પલટવારથી અમેરિકા ખફા

અમેરિકન સામાન પર 125 ટકા ટેરિફ લાદવાના અને ચાઈનીઝ એરલાઈન્સને બોઈંગ એરક્રાફ્ટ ખરીદવા પર પ્રતિબંધ મૂકવાના ચીનના નિર્ણયથી નારાજ ટ્રમ્પની સરકારે ચીન પરની ટેરિફ વધારીને 245 ટકા કરી દીધી છે. જેના જવાબમાં ચીને કહ્યું હતું કે તે લડાઈથી ડરતું નથી. ચીને એમ પણ કહ્યું કે જો અમેરિકા આ ​​મુદ્દાને ઉકેલવા માંગતુ હોય તો તેણે સમાનતા, સન્માન અને પરસ્પર લાભના આધારે વાત કરવી પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, જો અમેરિકા ખરેખર આ મુદ્દાને ઉકેલવા માંગતુ હોય તો તેણે ધમકી આપવાનું બંધ કરવું જોઈએ અને સમાનતા, સન્માન અને પરસ્પર લાભના આધારે ચીન સાથે વાત કરવી જોઈએ.

શું છે ચીનની માંગ

  • યુએસ કેબિનેટના સભ્યો દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું બંધ કરો.
  • અમેરિકાએ વેપારના મામલામાં સમાન વલણ અપનાવવું જોઈએ.
  • અમેરિકી પ્રતિબંધો અને તાઇવાન પરની અમેરિકી નીતિ અંગે ચીનની ચિંતાઓ પર પણ ધ્યાન આપવું જોઇએ.

તદુપરાંત ટ્રમ્પના સ્પષ્ટ સમર્થન સાથે – એવી કોઈ વ્યક્તિ કે જે કરાર તૈયાર કરવામાં સક્ષમ હોય કે જે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી શકે તેવા મુખ્ય નેગોશિયેટરની નિમણૂંક કરવી જોઇએ.

આ પણ વાંચોઃ ગુજરાતે ‘સ્પેસટેક પોલિસી’ જાહેર કરી, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને મળશે નવી ઉડાન

Back to top button