ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર ચિલ્ડ્રન હોમમાં આશ્રય લઈ રહેલા બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ ઘરે બેઠા મળશે

Text To Speech
  • રૂ.૭.૫૦લાખના ખર્ચે દાતાઓના સહયોગથી સ્માર્ટ પેનલ ધરાવતી અધતન કોમ્પ્યુટર લેબ તૈયાર કરાઈ

બનાસકાંઠા 11 જુલાઈ 2024 :  બનાસકાંઠા કલેકટર વરૂણકુમારના માર્ગદર્શન અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરણાથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે દાતાઓના સહયોગથી સ્માર્ટ પેનલ ધરાવતી અધ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવામા આવી છે. ચિલ્ડ્રન હોમમાં આશ્રય લઈ રહેલા બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ ઘરે બેઠા મળી રહે તે હેતુથી દાતાઓ મહેશભાઈ કામરાજભાઈ પટેલ પ્રોફેસર બીસીએ કોલેજ જીડી મોદી કોલેજ કેમ્પસ ડો. ભુપેન્દ્રભાઈ પટેલ ડ્યુક હોસ્પિટલ , ડો. આનંદભાઈ ચૌધરી , ડો. કે.સી.પટેલ , ડો. એમ.વી.હાથી પૂર્વ ડાયરેક્ટર જી.ડી મોદી કોલેજ , ડો. એમ.કે.પટેલ , ડો. જે.એન.પટેલ, ડો. ઋષિકેશભાઇ રાવલ , અલ્પેશભાઈ એસ.પટેલ અને તેમના મિત્ર મંડળ દ્વારા રૂપિયા 7.50 લાખના ખર્ચે અધતન કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવેલ છે.

જેમાં બે વર્ષ સુધી દાતા મહેશભાઈ પટેલ દ્વારા મફત શિક્ષણ આપવાની સાથે જ બે વર્ષ સુધી લેબનો મેન્ટેનન્સ ખર્ચ પણ પોતે ઉઠાવશે. તેમજ આ લેબમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવશે. અને સફળતાપૂર્વક કોમ્પ્યુટર કોષ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને વિવિધ કંપનીઓ અથવા ફોર્મ્સ માં રોજગારી માટેનું સંકલન પણ દાતાશ્રી તેમજ મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી ચિલ્ડ્રન હોમમાં આવી સ્માર્ટ પેનલ ધરાવતી પ્રથમ કોમ્પ્યુટર લેબ હશે.

આ કોમ્પ્યુટર લેબ માટે દાન આપનાર દાતાઓ અને પ્રેરણા આપનાર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને કલેકટર વરુણકુમાર બરનવાલનો બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા, બાળ સુરક્ષા વિભાગ બનાસકાંઠા અને સમાજ સુરક્ષા વિભાગ બનાસકાંઠાએ આભાર માન્યો હતો.

આ પણ વાંચો : ગાંધીનગરઃ કુદરતી આપદાના સમયે સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

Back to top button