ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રીનો કાલથી પ્રારંભઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે. ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ હિંદુ નવવર્ષનું આગમન માનવામાં આવે છે. સમગ્ર ભારતમાં નવરાત્રિનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. આખા વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે.

નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે માતા નૌકા પર સવાર થઇને આવશે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર સુદ એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેનું સમાપન નોમના દિવસે થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચના રોજ થશે અને તેનું સમાપન 30 માર્ચના રોજ થશે.

ચૈત્ર નવરાત્રીનો કાલથી પ્રારંભઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત hum dekhenge news

આ સ્વરૂપે થશે માતાજીની પૂજા

પહેલો દિવસઃ માં શૈલપુત્રી (22 માર્ચ, બુધવાર)
બીજો દિવસઃ માં બ્રહ્મચારિણી (23 માર્ચ, ગુરૂવાર)
ત્રીજો દિવસઃ માં ચંદ્રઘંટા (24 માર્ચ, શુક્રવાર)
ચોથો દિવસઃ માં કુષ્માંડા (25 માર્ચ, શનિવાર)
પાંચમો દિવસઃ માં સ્કંદમાતા (26 માર્ચ, રવિવાર)
છઠ્ઠો દિવસઃ માં કાત્યાની (27 માર્ચ, સોમવાર)
સાતમો દિવસઃ માં કાલરાત્રિ (28 માર્ચ, મંગળવાર)
આઠમો દિવસઃ માં મહાગૌરી (29 માર્ચ, બુધવાર)
નવમો દિવસઃ માં સિદ્ધિદાત્રી (30 માર્ચ, ગુરૂવાર)

ચૈત્ર નવરાત્રીનો કાલથી પ્રારંભઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત hum dekhenge news

ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપનના મુહૂર્ત

હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 22 માર્ચ, 2023ના રોજ થશે. આ દિવસે ઘટસ્થાપનાનું શુભ મુહુર્ત સવારે 6.23થી શરૂ થઇને સવારે 7.32 સુધી રહેશે. આ એક કલાકના સમયગાળામાં કળશની સ્થાપના કરવાની રહેશે.

110 વર્ષ બાદ મહાસંયોગ

આ વર્ષે 110 વર્ષ બાદ એક સંયોગ રચાવા જઇ રહ્યો છે. આ વખતે નવ સંવત્સર લાગી રહ્યું છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન ચાર ગ્રહોનું પરિવર્તન જોવા મળશે.

ચૈત્ર નવરાત્રીનો કાલથી પ્રારંભઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત hum dekhenge news

ઘટસ્થાપનની વિધિ

કળશને ભગવાન વિષ્ણુનુ પ્રતિક માનવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની પુજા કરવામાં આવે છે. પુજા સ્થળ પર કલશની સ્થાપના કરતા પહેલા એ જગ્યાને ગંગાજળથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તમામ દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવે છે. કળશ સ્થાપનાની વિધિ શરૂ કરતા પહેલા સુર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિ પતાવીને સ્વચ્છ કપડા પહેરો. કળશ સ્થાપના પહેલા એક સ્વચ્છ સ્થાન પર લાલ રંગનુ કપડુ પાથરીને માતાજીની પ્રતિમા સ્થાપિત કરો. સૌથી પહેલા કોઇ વાસણ કે કોઇ સ્વચ્છ સ્થાન પર માટી નાંખીને તેમાં જવના બીજ નાંખો. ધ્યાન રહે વાસણની વચ્ચે કળશ રાખવાની જગ્યા હોય. હવે કળશને વચ્ચે રાખીને કપડાંથી બાંધી લો. ઉપર સ્વસ્તિક બનાવો. કળશ પર કુમકુમથી તિલક કરો અને તેમાં ગંગાજળ ભરી લો. ત્યારબાદ કળશમાં સાબુત સોપારી, ફુલ અત્તર, પંચ રત્ન, સિક્કા અને પાંચ પ્રકારના પાન નાંખો. હવે કળશ પર નારિયેળને ચુંદડીમાં લપેટીને રાખી દો. ત્યારબાદ ધુપ, દીપ પ્રગટાવીને માતા દુર્ગાનું આહવાન કરો અને શાસ્ત્રો મુજબ માતા દુર્ગાની પુજા-અર્ચના કરો.

આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, બચી જશો આર્થિક નુકશાનથી

Back to top button