ટોપ ન્યૂઝબિઝનેસ

શેરબજારમાં કોહરામ, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોની વધી ચિંતા

Stock Market Today: આજે ગુરુવારે (05 ફેબ્રુઆરી 2026) સોના ચાંદી બાદ શેરબજારમાંથી પણ માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો

આજે સોના અને ચાંદીના ભાવ ગગડ્યા છે, ત્યારે બીજી તરફ, બે દિવસના વધારા પછી, શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની થોડી મિનિટોમાં જ 500 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટનો ડાઉન ટ્રેડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, ઇન્ડિગો, ઝોમેટો, બીઇએલ સહિત ઘણી મોટી કંપનીઓના શેર તૂટી પડ્યા હતા.

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો

આજે શેરબજાર જોરદાર ઘટાડા સાથે ઓપન થયું હતું. બીએસઈ સેન્સેક્સ 83,717.54 પર ખુલ્યો, જે થોડીવારમાં જ 500 પોઈન્ટ નીચે ગગડીને સીધો 83,313 પર પહોંચી ગયો હતો. સવારના સમયે જ સેનસેક્સ ડાઉન થતાં રોકારણકારોને નુકસાન વેઠવું પડ્યું હતું અને બજારમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સની જેમ નિફ્ટી પણ ખરાબ સ્થિતિમાં દેખાયો. નિફ્ટી 25,755.90 પર ખુલ્યો, જે પછી, સેન્સેક્સની સાથે જ 164 પોઇન્ટ ઘટીને 25,612.90 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.

વિદેશોમાંથી નકારાત્મક સંકેતો આવ્યા

ભારતીય શેરબજારમાં ઘટાડાના સંકેતો વિદેશોમાંથી પણ મળી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 100 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જાપાનનો નિક્કી 500 પોઈન્ટ નીચે હતો, હોંગકોંગનો હેંગસેંગ 350 પોઈન્ટ નીચે હતો અને દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ 180 પોઈન્ટ ડાઉન હતો. નકારાત્મક વૈશ્વિક સેન્ટિમેન્ટની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પણ પડી હતી.

આ 10 શેર ખુલતાની સાથે જ તૂટી પડ્યા.

શેરબજારમાં અચાનક આવેલા આ મોટા ઘટાડા વચ્ચે, બધી મોટી કંપનીઓના શેર ખુલતાની સાથે જ તૂટી પડ્યા. BSEની લાર્જકેપ કેટેગરીમાં સમાવિષ્ટ ઇન્ડિગો શેર (2.30%), BEL શેર (2%) અને ઇટરનલ શેર (2%) ઘટાડા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. જ્યારે મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ TIIndia શેર (8%), ડિક્સન શેર (5%), UPL શેર (3%) અને સુઝલોન શેર (2.10%) ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. સ્મોલકેપમાં, રેડિંગ્ટન શેર (5%), ટિમકેન શેર (4.50%) અને MCX શેર (4.40%) પણ ઘટી ગયા હતા.

Back to top button