ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

SBIના ગ્રાહકો ખાસ વાંચી લેજો: સતત 6 દિવસ બેંક બંધ રહેશે

SBI Bank News: ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)ના કરોડો ગ્રાહકો માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સતત 6 દિવસ સુધી બેંકની શાખાઓ (Branch) બંધ રહેવાની શક્યતા છે. જાણો કેમ રહેશે બંધ અને શું કારણ છે.

સંભવિત હડતાળને કારણે બેંક બંધ રહી શકે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ SBI કર્મચારી યુનિયન દ્વારા જાહેર કરાયેલા વિરોધ કાર્યક્રમ અને સંભવિત હડતાળને કારણે ચાલુ મહિનામાં બેંક બંધ રહી શકે છે. યુનિયન મુજબ SBIના કર્મચારીઓ 25 અને 26 મે 2026ના રોજ હડતાળ પર જઈ શકે છે, જ્યારે 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો નિયમિત રીતે બંધ રહેશે. ત્યારબાદ 27 અને 28 મે દરમિયાન બકરીદ નિમિત્તે અનેક રાજ્યોમાં જાહેર રજા હોવાથી બેંક બંધ રહેશે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ SBI બેંકની બ્રાંચ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હડતાળ પાછળના મુખ્ય કારણો શું છે?

SBI કર્મચારી સંગઠન AISBISF દ્વારા બેંક મેનેજમેન્ટ સમક્ષ કુલ 16 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે બેંકની અનેક શાખાઓમાં સ્ટાફની ભારે અછત છે અને વર્ષોથી કેટલાક પદો પર ભરતી કરવામાં આવી નથી. પરિણામે હાલના કર્મચારીઓ પર કામનો બોજ સતત વધી રહ્યો છે. યુનિયનએ આક્ષેપ કર્યો છે કે અનેક નિયમિત કામો માટે આઉટસોર્સ કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેમને યોગ્ય વેતન અને સુવિધાઓ મળતી નથી. કર્મચારીઓના મતે આ સ્થિતિ બેંકિંગ સેવાઓની ગુણવત્તા અને કર્મચારીઓની સુરક્ષા બંનેને અસર કરે છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે?

  • શાખાઓમાં સ્ટાફની અછત દૂર કરવી
  • વધતા વર્કલોડમાં રાહત
  • Pension Parity લાગુ કરવી
  • સેવા શરતોમાં સુધારો
  • પ્રમોશન અને ટ્રાન્સફર નીતિ વધુ પારદર્શક બનાવવી
  • કર્મચારીઓ માટે વધુ સારા વેલફેર અને સુરક્ષા ઉપાયો

માંગણીઓમાં સામેલ મહત્ત્વના મુદ્દા

યુનિયનનું કહેવું છે કે NPS હેઠળ કર્મચારીઓને પોતાની પસંદનો પેન્સન ફંડ મેનેજર (Pension Fund Manager) પસંદ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા લગભગ 30 વર્ષથી ‘મેસેંજર’ જેવા પદો પર ભરતી ન થતાં કર્મચારી માળખું કમજોર બન્યું છે. કર્મચારીઓએ આઉટસોર્સિંગ ઘટાડવાની પણ માંગ કરી છે. સાથે જ 12th Bipartite Settlement હેઠળ 17 ટકા સેલેરી વધારો નક્કી થયો હોવા છતાં SBI અધિકારીઓને સ્પેશિયલ પે સાથે આશરે 22 ટકા સુધીનો લાભ મળ્યો છે, જ્યારે વર્કમેન સ્ટાફને હજુ 17 ટકા જ સેલેરી મળી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આખો મહિનો ચાલશે વિરોધ

હડતાળ પહેલાં સમગ્ર મે મહિનામાં તબક્કાવાર વિરોધ કાર્યક્રમ યોજવાની યોજના છે. તેમાં લંચ ટાઈમ પ્રોટેસ્ટ, સોશિયલ મીડિયા અભિયાન, ધરણા, શાંતિપૂર્ણ રેલી તેમજ સરકાર અને સાંસદોને રજૂઆતો સામેલ રહેશે. જો હડતાળ અમલમાં આવશે તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન અને અન્ય ઓફલાઇન સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે, એનલાઈન બેંકિગ (Online Banking), UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં આગામી 3-4 મહિના સુધી ભાવ વધતા રહેવાનું અનુમાન
Back to top button