બિઝનેસ

S&P નો ભારતના વિકાસ માટે બૂસ્ટર ડોઝ: FY27 માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7% કર્યો

S&P Global Ratings India GDP FY27: ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત અપેક્ષા કરતાં વધુ મજબૂત પ્રદર્શન સાથે કરી છે. વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે FY27 માટે ભારતના GDP વૃદ્ધિ દરના અનુમાનને 6.6% થી વધારીને 7% કર્યું છે. જોકે, એજન્સીએ ફુગાવા અને આબોહવા સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષમાં RBI ના નીતિ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આનો અર્થ એ થાય છે કે અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે, પરંતુ ફુગાવો વ્યાજ દરો પર દબાણ લાવી શકે છે.

S&P એ GDP વૃદ્ધિનો અંદાજ કેમ વધાર્યો?

S&P ના અહેવાલ મુજબ જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP 7.8% નોંધાયો હતો, જે ધારણા કરતાં ઘણો બહેતર હતો. દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની મજબૂતી, સ્થાનિક વપરાશમાં નોંધપાત્ર વધારો, માલસામાનની નિકાસમાં સુધારો અને સરકારી રોકાણમાં વૃદ્ધિ જેવા મુખ્ય કારણોસર S&P એ નાણાકીય વર્ષ 27 માટે પોતાના ગ્રોથ રેટના અંદાજમાં સુધારો કરીને તેને 7% સુધી પહોંચાડ્યો છે. જોકે, GST અને આવકવેરાના પ્રારંભિક ફાયદાઓ ઘટી જતાં વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિ થોડી ધીમી પડી શકે છે.

RBI વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કેમ કરી શકે છે?

રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, ફુગાવાનું દબાણ ફરી વધી રહ્યું છે. S&P એ FY27 માં ભારતનો સરેરાશ ગ્રાહક ફુગાવાનો દર 5.1% રહેવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો જીઓપોલિટિકલ સંઘર્ષ અને હવામાન સંબંધિત સવાલ વ્યાજ દરો પર અસર કરી શકે છે. જેથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા RBI નીતિ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ઓછા વરસાદથી કૃષિ અને ખાદ્ય ફુગાવા સામે જોખમ

હવામાન અંગે સાવચેતી આપતાં એજન્સીએ જણાવ્યું કે, 9 સપ્ટેમ્બર 2026 સુધીમાં દેશમાં સંચિત વરસાદ સામાન્ય કરતાં 15% ઓછો રહ્યો હતો. વરસાદમાં ઘટાડાની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડી શકે છે, જેનાથી ખાદ્ય ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આગામી સમયમાં કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન અર્થતંત્ર માટે નિર્ણાયક પરિબળ સાબિત થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

G20 દેશોમાં સૌથી સારો ગ્રોથ રેટ

વૈશ્વિક સ્તરે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. વિવિધ એજન્સીઓના અંદાજો નીચે મુજબ છે:
S&P ગ્લોબલ રેટિંગ્સ: 7%
મૂડીઝ: 7%
RBI: 6.7%
ફિચ રેટિંગ્સ: 6.4%
વર્ષ 2025-26 માં 7.8% ની વૃદ્ધિ નોંધાવ્યા બાદ, હવે FY27 માં 7% નો અંદાજ ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે. જોકે, ચોમાસું, પશ્ચિમ એશિયાના તણાવ અને ફુગાવાની સ્થિતિ પર આગામી છ મહિનામાં ખાસ નજર રાખવી પડશે.

આ પણ વાંચો: Fitchએ ભારતનો FY27 GDP ગ્રોથ અંદાજ વધારી 6.9% કર્યો, જાણો આગળના પડકાર

Back to top button