ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIનો રેપો રેટ વધ્યો, હવે લોનની EMI વધશે! 20, 30 અને 50 લાખની હોમ લોન પર જાણો કેટલો વધશે માસિક બોજ

Repo Rate Hike: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામોની જાહેરાત કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કરવામાં આવ્યો છે.

રેપો રેટમાં વધારાની સીધી અસર લોનના વ્યાજદર પર પડી શકે છે. ખાસ કરીને ફ્લોટિંગ રેટ પર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકો માટે EMIનો બોજ વધી શકે છે.

20 લાખની હોમ લોન પર કેટલી વધશે EMI?

ધારો કે કોઈ વ્યક્તિએ 20 લાખ રૂપિયાની હોમ લોન 7.50%ના વ્યાજદરે 20 વર્ષ માટે લીધી છે. આ સ્થિતિમાં તેની માસિક EMI આશરે ₹16,112 થાય છે.

હવે વ્યાજદર 0.25% વધીને 7.75% થાય તો EMI આશરે ₹16,419 થઈ જશે.

એટલે કે દર મહિને લગભગ ₹307 વધુ EMI ચૂકવવી પડશે.

30 લાખની લોન પર આટલો વધશે બોજ

જો 30 લાખ રૂપિયાની હોમ લોન 7.50%ના વ્યાજદરે 20 વર્ષ માટે લેવામાં આવી હોય તો હાલની EMI આશરે ₹24,168 થાય છે.

વ્યાજદર વધીને 7.75% થયા બાદ EMI વધીને આશરે ₹24,628 થઈ શકે છે.

એટલે કે દર મહિને લગભગ ₹460નો વધારાનો બોજ પડશે.

50 લાખની હોમ લોન પર કેટલી EMI?

જો કોઈ વ્યક્તિએ 50 લાખ રૂપિયાની હોમ લોન 7.50%ના વ્યાજદરે 20 વર્ષ માટે લીધી હોય તો તેની હાલની EMI આશરે ₹40,280 બને છે.

વ્યાજદર 7.75% થતાં આ EMI વધીને આશરે ₹41,047 થઈ શકે છે.

એટલે કે દર મહિને લગભગ ₹767 વધુ ચૂકવવા પડશે.

EMIમાં કેટલો વધારો?

લોનની રકમ 7.50% પર EMI 7.75% પર EMI માસિક વધારો
₹20 લાખ ₹16,112 ₹16,419 ₹307
₹30 લાખ ₹24,168 ₹24,628 ₹460
₹50 લાખ ₹40,280 ₹41,047 ₹767

આ ગણતરી 20 વર્ષના ટેન્યોર માટેના ઉદાહરણ પર આધારિત છે. વાસ્તવિક EMI તમારા બેંકના વ્યાજદર, બાકી રહેલા ટેન્યોર અને લોનની શરતો પ્રમાણે અલગ હોઈ શકે છે.

EMIની ગણતરી કેવી રીતે થાય છે?

હોમ લોનની EMI ગણવા માટે સામાન્ય રીતે આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે:

P × R × (1+R)^N / [(1+R)^N-1]

અહીં:

  • P = લોનની રકમ
  • N = લોનનો ટેન્યોર, મહિનામાં
  • R = માસિક વ્યાજદર

માસિક વ્યાજદર જાણવા માટે વાર્ષિક વ્યાજદરને 12 અને 100 વડે ભાગવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લગભગ ચાર વર્ષ બાદ રેપો રેટમાં વધારો

RBIએ લાંબા સમય બાદ રેપો રેટમાં વધારો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વર્ષે અગાઉની ત્રણ MPC બેઠકોમાં રેપો રેટ 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો હતો.

હવે 25 બેસિસ પોઇન્ટના વધારા સાથે રેપો રેટ 5.50% થયો છે. જેના કારણે ફ્લોટિંગ રેટવાળી લોન ધરાવતા ગ્રાહકો માટે આવનારા સમયમાં EMI વધી શકે છે અથવા લોનનો ટેન્યોર વધવાની શક્યતા રહે છે.

આ પણ વાંચો: “We Will Do It”: 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ, મોદી સરકારે આપ્યો નવો નારો

Back to top button