ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ટ્રમ્પની ચેતવણી બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, કિંમત 120 ડૉલર પ્રતિ બેરલને પાર

Crude Oil Price Hike: આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ ફરી મજબૂત બન્યો છે, જેના કારણે ગ્લોબલ ઇકોનોમી પર પ્રેશર વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગુરુવારે (30 એપ્રિલ 2026) બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને લગભગ 120 થી 125 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો, જે 2022 બાદનું હાઈએસ્ટ લેવલ માનવામાં આવે છે. છેલ્લાં 4 વર્ષમાં આ સૌથી નોંધપાત્ર ઉછાળો ગણાય છે.

શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

આ ભાવવધારાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં વધી રહેલી અસ્થિરતા અને અમેરિકા તથા ઇરાન વચ્ચે વધતો તણાવ છે. ખાસ કરીને ઇરાનના બંદરો અને તેલ નિકાસ પર સંભવિત લાંબી નાકાબંધીની આશંકાએ વૈશ્વિક પુરવઠા પર અસર થવાની ભીતિ ઊભી કરી છે. પરિણામે બજારમાં અનિશ્ચિતતા વધતા ભાવોમાં તેજી જોવા મળી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી ઓઇલ કંપનીઓ પર પ્રેશર ક્રિએટ થાય છે, જેને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાન સામે કડક સ્ટેન્ડ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે કડક સ્ટેન્ડ લેતા જણાવ્યું છે કે, ‘સંપૂર્ણ ન્યૂક્લિયર એગ્રીમેન્ટ સુધી પ્રેશર ટેક્ટિક્સ ચાલુ રહેશે.’ ટ્રમ્પે નેશનલ સિક્યુરિટી ટીમને સૂચના આપી છે કે નાકાબંધી મહીનાઓ સુધી ચાલુ રાખવા માટે તૈયાર રહેવું જોઈએ. ટ્રમ્પના નિવેદન મુજબ, ‘ઇરાનની તરફથી ન્યૂક્લિયર નેગોશિએશનમાં પારદર્શિતાનો અભાવ છે.’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઈરાનનો પ્રસ્તાવ અમેરિકાએ કર્યો રિજેક્ટ

રિપોર્ટ્સ મુજબ, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી ઓપન કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ અમેરિકા દ્વારા તેને રિજેક્ટ કરવામાં આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ગ્લોબલ ઓઈલ ટ્રાન્સપોર્ટ માટે કી રૂટ છે, જ્યાં કોઈપણ ડિસરપ્શન સીધો સપ્લાય અને પ્રાઈસ પર અસર કરે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઓઈલ કંપનીઝ સાથે સ્ટ્રેટેજિક મીટિંગ્સ પણ યોજી છે, જેથી સપ્લાય શોર્ટેજના સંભવિત જોખમને મેનેજ કરી શકાય. એનાલિસ્ટ્સનું માનવું છે કે જો હાલનું જીઓપોલિટિકલ ટેન્શન યથાવત રહે, તો ક્રૂડ ઓઈળની કિંમતોમાં આગળ પણ અપસાઈડ મોમેન્ટમ ચાલુ રહી શકે છે, જે ગ્લોબલ ઇન્ફ્લેશન અને ફ્યુઅલ કોસ્ટ પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ પેદા કરી શકે છે.
આ પણ વાંચો : સેન્સેક્સમાં 900 પોઈન્ટ કડાકો, નિફ્ટી પણ 24,000ની નીચે
Back to top button