ટ્રેન્ડિંગબિઝનેસ

US દિગ્ગજ ફર્મને ખરીદવાની જાહેરાત, શેરમાં જોરદાર ઉછાળો, હવે આવ્યો મોટો ટાર્ગેટ

Business News: ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે મોટી જાહેરાત કરી છે. સન ફાર્મા અમેરિકાની જાણીતી ડ્રગમેકર કંપની ઓર્ગેનોન એન્ડ કં. ને અંદાજે 1.10 લાખ કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહી છે. આ સોદો ભારતીય ફાર્માસ્યુટિકલ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી સંપાદન સાબિત થશે. સન ફાર્મા આ કંપનીના દરેક શેરને 14 ડોલરમાં ખરીદશે. સન ફાર્માએ 27 એપ્રિલે આ જાહેરાત કર્યા બાદ શેરોમાં શાનદાર તેજી આવી છે.

હવે આ કંપનીના શેર અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નિષ્ણાતોએ આ શેર ખરીદવાની ભલામણ કરી છે અને અહીંથી 34% નો વધારો થવાની આગાહી કરી છે. જોકે છેલ્લા બે દિવસમાં સન ફાર્માના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. તેઓ હવે ₹1,750 ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે, જે ફક્ત બે દિવસમાં 8% થી વધુ છે. એમકે ગ્લોબલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી સન ફાર્માની ગતિ અને સ્કેલ અંગે બજારમાં ચિંતાનો માહોલ હતો. સન ફાર્માના કોન્ફરન્સ કોલ દરમિયાન અધિગ્રહિત કંપનીની વૃદ્ધિ, લીવરેજ અને EPSમાં વૃદ્ધિને લઈને રોકાણકારોની ચિંતાઓું સમાધાન થઈ ચૂક્યું છે. આ કારણે એમકેએ શેરને બાય કરવાની સલાહ આપી છે. તેની ટાર્ગેટ પ્રાઈઝ ₹2,100 નક્કી કરાઈ છે.

નિષ્ણાતો કહે છે કે આ નવા સંપાદનથી કંપનીને વિસ્તરણ મળ્યું છે, પરંતુ વૃદ્ધિમાં સુધારો કરવો મહત્ત્વપૂર્ણ રહેશે. જેએમ ફાઇનાન્શિયલે જણાવ્યું હતું કે સન ફાર્મા આ મૂડીનું રોકાણ નવી, ઉચ્ચ-ગુણવત્તાવાળી સંપત્તિઓમાં કરશે, જેના કારણે સારું અર્નિંગ મળી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કંપની માટે શું સમસ્યા હોઈ શકે છે?

તેમાં કહેવામાં આવ્યું છે કે ટૂંકા ગાળાની કમાણીમાં વૃદ્ધિ હોવા છતાં લાંબા ગાળાના મૂલ્યના દૃષ્ટિકોણથી આ સોદો ઓછો આકર્ષક લાગે છે. HDFC ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે તે માને છે કે સંયુક્ત યુનિટ માટે વિકાસનું વલણ ફક્ત સન ફાર્માના 10-12 ટકાથી ઘટીને સિંગલ ડિજિટમાં જશે, જે ટૂંકા ગાળાનું મોટું જોખમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓર્ગેનોનમાં 10,000 થી વધુ કર્મચારીઓ છે અને 140 દેશોમાં કામગીરી છે તેમજ ઓર્ગેનોનના સ્થાપિત બ્રાન્ડ્સ/જેનરિક પોર્ટફોલિયોમાં વૃદ્ધિના પડકારો છે. આ બધી વાતો નજીકના ભવિષ્યમાં પડકારો ઉભા કરશે. બ્રોકરેજ ફર્મ પાસે બાય રેટિંગ છે અને શેર માટે રૂ. 2,030 નો ટાર્ગેટ ભાવ નક્કી કરાયો છે. નિર્મલ બંગ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝનો શેરની ટાર્ગેટ પ્રાઈઝ ₹2,320 છે, જે 34% ઉછાળાની સંભાવના દર્શાવે છે .

આ પણ વાંચોઃ The Bonus Market: સેન્સેક્સ 200 અંક તૂટ્યો, નિફ્ટીમાં વેચવાલી, રોકાણકારો સાવચેત

Back to top button