ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Dollar Vs Rupee: શેરબજારમાં તેજી પણ રૂપિયો ફરી ગગડ્યો,જાણો શું અસર થશે

Dollar vs Rupee: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતના વેપાર ઉદ્યોગો પર તો પડી રહી છે પણ યુદ્ધની અસરથી ભારતીય રુપિયા પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. હવે રુપિયો ડૉલર સામે ગગડી ગયો છે અને સદીની નજીક પહોંચી ગયો છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ભારતીય રૂપિયો હવે 94ની સ્તરની નજીક પહોંચી ગયો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આજે (25 માર્ચ 2026) શેરબજારની શરુઆત સતત બીજા દિવસે સારી રહી હતી, પરંતુ રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં, રૂપિયો અમેરિકન ડૉલર સામે 20 પૈસા ઘટીને 93.96 પર બંધ રહ્યો હતો.

કેમ તૂટી રહ્યો છે રૂપિયો

વિદેશી મૂડી સતત બહાર જવાથી રોકાણકારોની ચિંતા વધી છે. ફોરેક્સ ટ્રેડર્સ (Forex Traders) કહે છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, ડૉલરમાં થોડી નબળાઈ અને સ્થાનિક શેરબજારમાં મજબૂત શરૂઆતને કારણે રૂપિયાના ઘટાડાને કંઈક અંશે સીમિત રાખ્યો છે. જોકે, પશ્ચિમ એશિયા કટોકટી અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને લગતી અનિશ્ચિતતાઓ રૂપિયા પર દબાણ બનાવી રાખ્યું છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટ (Interbank Forex Market)માં રૂપિયો ડૉલર સામે 93.94 પર ઓપન થયો હતો, જે તેના અગાઉ કરતા 18 પૈસા નીચે હતો. ગઈકાલે (24 માર્ચ 2026) રૂપિયો 23 પૈસા ઘટીને 93.76 સુધી ભાવ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ, જે 6 પ્રમુખ ચલણોની સામે ડૉલરની સ્થિતિનું મૂલ્યાંકન કરનાર ડૉલર સૂચકાંક 0.15 ટકા ઘટીને 99.28 પર આવી ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

નોંધનયી છે કે, જ્યારે પણ રૂપિયાનું મૂલ્ય ઘટે છે, ત્યારે તેની સીધી નકારાત્મક અસર અર્થતંત્ર પર પડે છે. આનાથી ફુગાવાના દબાણમાં વધે છે કારણકે આયાતી માલ વધુ મોંઘા થાય છે. વધુમાં, GDP વૃદ્ધિ પર પણ અસર પડે છે. આયાત બિલમાં વધારો થવાને કારણે વેપારના નુકસાનનો વધારો થવાની સંભાવના વધે છે.

શેરબજારમાં તેજી જોવા મળી

આજે ભારતીય શેરબજારમાં મજબૂતી જોવા મળી. BSE સેન્સેક્સ 1,161.61 પોઈન્ટ અથવા 1.57 ટકા વધીને 75,230.06 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 372.85 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 23,285.25 પર પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 4.4 ટકા ઘટીને 99.89 ડૉલર પ્રતિ બેરલ થયા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રુપિયા 8,009.56 કરોડના શેર વેચ્યા હતા.

આ પણ વાંચો : સોનું હાઈથી 54000 રુપિયા સસ્તું થયું, ચાંદીના ભાવ પણ અડધા થયા

Back to top button