ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ધનતેરસે સોના-ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે તેજી! જાણો અમદાવાદ સહિત દેશનાં મોટા શહેરોના આજના ભાવ

નવી દિલ્હી: ધનતેરસના પાવન પર્વ પર સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરાફા બજારમાં સતત પાંચમા દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹7,150 અને 22 કેરેટ સોનામાં ₹6,560નો વધારો થયો છે.

આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹10નો વધારો થયો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો ₹100નો ઉછાળો નોંધાયો છે. તો ચાલો જાણીએ દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશનાં મોટા શહેરોમાં સોના-ચાંદીના તાજા ભાવ.

દેશનાં મોટા શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવ

શહેર 24 કેરેટ (10 ગ્રામ) 22 કેરેટ (10 ગ્રામ) 18 કેરેટ (10 ગ્રામ)
દિલ્હી ₹1,46,180 ₹1,34,010 ₹1,09,680
મુંબઈ ₹1,46,030 ₹1,33,860 ₹1,09,530
કોલકાતા ₹1,46,030 ₹1,33,860 ₹1,09,530
ચેન્નાઈ ₹1,46,030 ₹1,33,860 ₹1,09,560
બેંગલુરુ ₹1,46,030 ₹1,33,860 ₹1,09,530
હૈદરાબાદ ₹1,46,030 ₹1,33,860 ₹1,09,530
લખનઉ ₹1,46,180 ₹1,34,010 ₹1,09,680
પટના ₹1,46,080 ₹1,33,910 ₹1,09,580
જયપુર ₹1,46,180 ₹1,34,010 ₹1,09,680
અમદાવાદ ₹1,46,080 ₹1,33,910 ₹1,09,580

નોંધ: ઉપર આપેલા સોનાના ભાવ 10 ગ્રામ દીઠ છે.

ચાંદીના ભાવમાં પણ તેજી, જાણો એક કિલોનો ભાવ

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે.

અગાઉ 29થી 31 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં કુલ ₹20,000નો ઘટાડો થયો હતો. ત્યારબાદ ચાર દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા હતા. હવે છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં કુલ ₹10,100નો વધારો નોંધાયો છે.

આજે દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ ₹100 વધીને ₹2,10,100 થયો છે. દેશનાં મોટાભાગનાં શહેરોમાં પણ ચાંદીનો ભાવ આટલો જ છે. જોકે, ચેન્નાઈમાં એક કિલો ચાંદી ₹2,09,000ના ભાવે મળી રહી છે.

ધનતેરસે સોનું ખરીદતા પહેલાં આટલું ધ્યાન રાખજો

ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. જોકે, ખરીદી કરતા પહેલાં સ્થાનિક જ્વેલર્સ પાસેથી ભાવની પુષ્ટિ કરવી જરૂરી છે. દાગીના ખરીદતી વખતે મેકિંગ ચાર્જ, GST અને હોલમાર્કિંગની વિગતો પણ તપાસવી જોઈએ.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! પાકિસ્તાની નાગરિકો સહિત અનેક વિદેશીઓને પાસપોર્ટ-વીઝાના નિયમોમાં છૂટ

Back to top button