ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Budget 2026-27/ નાણામંત્રીએ દિવ્યાંગજન કૌશલ યોજનાની જાહેરાત કરી

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2026 — કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27ના ભાષણમાં દિવ્યાંગજનના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે. બજેટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે સરકાર સમાવેશી વિકાસ (Inclusive Growth) તરફ આગળ વધી રહી છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.

દિવ્યાંગજન કૌશલ્ય યોજનાનો પ્રારંભ
નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર ‘દિવ્યાંગજન કૌશલ્ય યોજના’ શરૂ કરશે. આ યોજનાનો હેતુ દરેક પ્રકારના દિવ્યાંગ સમૂહને તેમની ક્ષમતા અનુસાર ઉદ્યોગને અનુકૂળ અને વિશિષ્ટ તાલીમ પ્રદાન કરવાનો છે.
આ તાલીમ દ્વારા દિવ્યાંગજનને રોજગાર, સ્વરોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાવાની તકો મળશે, જેથી તેઓ માન અને ગૌરવ સાથે જીવન જીવી શકે.

 યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને અપસ્કિલિંગ

  • ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વિશેષ તાલીમ મોડ્યુલ

  • રોજગાર અને ઉદ્યમશીલતાની તકો વધારવી

  • સામાજિક અને આર્થિક સમાવેશ સુનિશ્ચિત કરવો

દિવ્યાંગ સહારા યોજના પણ જાહેર
દિવ્યાંગજનને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે નાણામંત્રીએ ‘દિવ્યાંગ સહારા યોજના ની પણ જાહેરાત કરી.
આ યોજનાનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO)ને મજબૂત બનાવવાનો છે.

 આ યોજના હેઠળ:

  • સહાયક સાધનો (કૃત્રિમ અંગો)ના ઉત્પાદનમાં વધારો

  • શોધ અને વિકાસ (R&D)માં વધુ રોકાણ

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે ટેકનોલોજીકલ એકીકરણ

  • આધુનિક, હળવા અને વધુ કાર્યક્ષમ સહાયક ઉપકરણોનું વિકાસ

સમાવેશી અને આત્મનિર્ભર ભારત તરફ પગલું
નાણામંત્રીએ જણાવ્યું કે આ બંને યોજનાઓ દ્વારા દિવ્યાંગજનને માત્ર સહાય પૂરતી નહીં, પરંતુ કૌશલ્ય, રોજગાર અને ટેકનોલોજી આધારિત સશક્તિકરણ આપવાનો સરકારનો પ્રયાસ છે. આ પહેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે.

આ પણ વાંચો : Budget/ ખેડૂતોને AI ટૂલ, મેડિકલ ટૂરિઝમ હબ ; બજેટમાં આ મોટી જાહેરાતો કરી

Back to top button