ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

ભારતીય મૂળના બ્રિટિશ સાંસદે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને લીધા શપથ, જૂઓ વીડિયો

  • શિવાની રાજાએ લેબર પાર્ટીનો ગઢ ગણાતી એવી લેસ્ટર ઈસ્ટ સીટ પર જીત હાંસલ કરી ઈતિહાસ રચ્યો

લંડન, 11 જુલાઇ: UKમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીએ બમ્પર જીત હાંસલ કરી હતી, પાર્ટી 14 વર્ષ પછી 400થી વધુ બેઠકો મેળવીને સત્તા પર પરત ફરી છે. ત્યારે ભારતીય મૂળની બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ સંસદમાં શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને શપથ લીધા છે. બ્રિટેનની ચૂંટણી દરમિયાન ભારતીય મૂળની શિવાની રાજા ઘણી ચર્ચામાં રહી છે. શિવાની રાજાએ લેબર પાર્ટીનો ગઢ ગણાતી એવી લેસ્ટર ઈસ્ટ સીટ પર જીત હાંસલ કરી ઈતિહાસ રચ્યો છે, જેના પરિણામે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો છે. તે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી રહી હતી.

 

ભગવદ્ ગીતાના શપથ લીધા

શિવાની રાજાએ તેના શપથ ગ્રહણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેણે હજારો ભારતીયોના દિલ જીતી લીધા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ શપથ લેતી વખતે ગર્વની લાગણી થાય છે.

શિવાની રાજાને કેટલા મત મળ્યા?

શિવાની રાજાએ 14,526 મત મેળવ્યા હતા અને વિપક્ષી ઉમેદવાર રાજેશ અગ્રવાલને 4,426 મતોથી હરાવ્યા હતા. જો કે, આ સીટ 1987થી લેબર પાર્ટીનો ગઢ રહેલી છે, પરંતુ શિવાની રાજાએ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવ્યો હતો. માત્ર શિવાની રાજા જ નહીં પરંતુ ભારતીય મૂળના 26 લોકોએ UKની ચૂંટણી જીતી હતી. UKમાં 650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં લેબર પાર્ટીએ 412 બેઠકો જીતી હતી, જ્યારે બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો મળી હતી.

માતા રાજકોટની અને પિતા ગુજરાતી છે

શિવાની રાજાનો જન્મ લેસ્ટરમાં થયો હતો, જ્યારે તેમની માતા રાજકોટની છે અને તેમના પિતા ગુજરાતી છે. તેમના પિતા લેસ્ટર 1970માં કેન્યાથી આવ્યા હતા. જોકે, શિવાની રાજા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલી છે. શિવાની રાજા કહે છે કે, લોકો સરકારથી નાખુશ હતા અને વર્ષ 2022માં લેસ્ટરમાં રમખાણો થયા હતા, જેના કારણે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું હતું.

આ પણ જૂઓ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને સાયના નેહવાલ વચ્ચે બેડમિન્ટન કોર્ટમાં થઈ મેચ, જૂઓ વીડિયો

Back to top button