અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

Breaking News : અમદાવાદના સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ, સામૂહિક આપઘાતની શંકા

અમદાવાદ, 10 ઓક્ટોબર : રાજ્યમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે, અમદાવાદના સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં એક યુવક, એક યુવતી અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણ અથવા પારિવારિક વિવાદને કારણે ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં ખૂની ખેલ ખેલાયો છે.

મળતી માહિતી મુજબ, સાણંદના લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જોકે મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના લીધે પોલીસે હત્યાની શંકા પણ નકારી નથી.

પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગી રહી હતી, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓએ તપાસની દિશા બદલી નાખી છે. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળ્યા છે, જેના કારણે આ બનાવ માત્ર આપઘાત છે કે પછી સામૂહિક હત્યા કરીને આપઘાતનો રંગ આપવાનો પ્રયાસ થયો છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Back to top button