અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : 29800/- નશાકારક કોડેઇન કફ સીરપની બોટલો સાથે 1 ની તેમજ 3,65,350/- વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે 1 ધરપકડ

Text To Speech

અમદાવાદ 3 જુલાઈ 2024 : અમદાવાદ જિલ્લાનાં સાણંદ ખાતેથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ વેચાણ તથા સેવન કરતા 1 ઇસમની નશાકારક કોડેઇન કફ સીરપની 200 બોટલ સાથે ધરપકડ કરવામાં આવી છે જેની કિંમત 29,800/- થાય છે. તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દેત્રોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી મળેલી બાતમીને આધારે 3,65,350/-વિદેશી દારૂની બોટલોના મુદ્દા માલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

NDPS એક્ટનો ગુનો નોંધાયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હાલમાં નશીલા પદાર્થો તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃત્તિને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ મુજબ પોલીસ દ્વારા ઉપરથી નીચે અને નીચેથી ઉપર સુધી તમામ કેસોમાં કોઈપણ ઢીલ રાખ્યા વગર કડક તપાસ કરવાના આદેશ અપાયા છે. જે મામલે પોલીસને મળેલી બાતમી આધારે મોહસીન મુરાજખાન પઠાણની કોડેઇન કફ સીરપની કુલ 200 બોટલ સાથે ધરપકડ કરી NDPS એક મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કફ સીરપ બોટલોની બજાર કિંમત 29,800 જેટલી થાય છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપી મસ્જીદવાસ, વિરોચનનગર સાણંદ તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ચંદુભા વાઘેલાની વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની જપ્તી અંગે દેત્રોજ પોલીસના જણાવ્યા મુજબ ચંદુભા ભરતસિંહ વાઘેલા નામના આરોપીની વિદેશી દારુની અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ તથા બીયરનાં ૬૩૭ નંગ જેની કિંમત 65,350/- સાથે હ્યુન્ડાઇ એસેન્ટ ગાડીમાં હેરાફેરી કરતો હોવાથી ગાડીની જપ્તી તેની કુલ કિંમત 3,65,350/- થાય છે. આ તમામ મુદ્દા માલ સાથે ચંદુભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી બનાસકાંઠાનાં કાંકરેજનાં વડાગામનો વતની હોવાનું સામે આવ્યું છે જેની દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે પનાર ગામની સીમ રઇન તલાવડા પાસે ખેતરમાંથી દારૂના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છમાં CIDની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે પકડાઈ, પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી

Back to top button