ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

માતાના અવસાનથી બોની કપૂર ભાંગી પડ્યા, ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘તે હંમેશા અમારી સાથે રહેશે’

મુંબઈ 3મે 2025: બોની કપૂર, અનિલ કપૂર, રીના કપૂર અને સંજય કપૂરની માતા નિર્મલ કપૂરનું ગઈકાલે સાંજે 90 વર્ષની વયે અવસાન થયું હતુ. તેમની તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે, નિર્મલ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે. આ પહેલા બોની કપૂરે તેમની માતાના નિધન પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

બોની કપૂરે પોતાની ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, ‘2 મે, 2025ના રોજ, તેમણે શાંતિથી તેમના પરિવાર વચ્ચે દુનિયાને અલવિદા કહ્યું, તેમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવ્યું અને ચાર બાળકો છોડી ગયા, જેમાં પુત્રવધૂ, જમાઈ, 11 પૌત્ર-પૌત્રીઓ, 4 પ્રપૌત્ર-પૌત્રીઓ શામેલ છે, જે તેમના જીવનનો સૌથી મોટો ખજાનો છે, તે અમારા હૃદયમાં જીવંત રહેશે, આમે તેમને હંમેશા યાદ રાખીશું.’ આ પોસ્ટમાં નિર્મલ સુરિન્દર કપૂરનો ફોટો પણ છે અને પોસ્ટમાં પરિવારના સભ્યોના નામ લખેલા છે. બોનીએ આ પોસ્ટના કેપ્શનમાં ‘મા’ લખ્યું છે અને એક ઉદાસી ઇમોજી પણ ઉમેર્યો છે.

અનિલ કપૂર અને અર્જુન કપૂર ગઈકાલે રાત્રે નિર્મલ કપૂરના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળ્યા હતા. તેમાં સંજય કપૂર અને રીના કપૂર પણ હતા. આ દરમિયાન, પરિવાર અને સેલિબ્રિટીઝ અભિનેતાના ઘરે આવી રહ્યા છે. જાવેદ અખ્તર, રાની મુખર્જી, અનન્યા પાંડે, જેકી શ્રોફ, શિખર પહારિયા, અનુપમ ખેર, વીર પહરિયા, રવીના ટંડન, રાશા થડાની અને સુહાના ખાન સહિત ઘણા સ્ટાર્સ નિર્મલ કપૂરના ઘરે પહોંચ્યા છે. નિર્મલના લગ્ન ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂર સાથે થયા હતા. નિર્મલના પરિવારમાં અર્જુન, સોનમ, રિયા, જાહ્નવી, હર્ષવર્ધન, અંશુલા, શનાયા અને ખુશી કપૂરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Ullu Appના માલિક કોણ છે? બોલ્ડ અને એડલ્ટ કન્ટેન્ટથી કેટલી કમાણી કરે છે જાણો

Back to top button