રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ કરી: ભાજપ સાંસદે મમતા સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

કોલકાતા, 07 એપ્રિલ 2025: પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો. સુકાંતા મજૂમદારે મોડી રાતે કોલાકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલાનો મોટો દાવો કર્યો છે. સાથે જ તેને લઈને મજૂમદારે મમતા સરકાર અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા. સાથે જ આ હુમલાને ટાર્ગેટેડ હિંસા ગણાવી.
ભાજપના પ્રદેશ પ્રમુખે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમી શોભાયાત્રા પરત ફરી રહી હતી, ત્યારે હિન્દુ શ્રદ્ધાળુઓ પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. ભગવા ધ્વજ ધરાવતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો અને કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
પોલીસ ચૂપચાપ ઉભી રહીને તમાશો જોઈ રહી હતી
તેમણે કહ્યું કે અરાજકતા ફેલાવવામાં આવી હતી અને આ અચાનક બનેલી ઘટના નહોતી પરંતુ પૂર્વ-આયોજિત હિંસા હતી. તેમણે પૂછ્યું કે તે સમયે પોલીસ ક્યાં હતી? તે ત્યાં ચૂપચાપ જોઈ રહી. ભાજપના સાંસદે કહ્યું કે મુખ્યમંત્રી મમતા દ્વારા પસંદ કરાયેલી પોલીસ તેમના તુષ્ટિકરણના રાજકારણમાં સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગઈ છે. તેમણે નિર્દોષ હિન્દુઓના રક્ષણ માટે એક પણ પગલું ભર્યું નહીં.
As the Ram Navami procession returned, Hindu devotees were savagely attacked in Kolkata’s Park Circus Seven Point area. Stones rained down on vehicles just for carrying saffron flags. Windshields shattered. Chaos unleashed. This wasn’t random—it was targeted violence. And where… pic.twitter.com/Ed74Xbi2K6
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 6, 2025
સંયુક્ત બંગાળી હિન્દુઓની ગર્જના
સરકારની આ કાયરતાપૂર્ણ નિષ્ક્રિયતા એક વાત સાબિત કરે છે કે રામ નવમી દરમિયાન સંયુક્ત બંગાળી હિન્દુઓની ગર્જનાએ વ્યવસ્થાને હચમચાવી નાખી છે. મુખ્યમંત્રી મમતાની પ્રિય શાંતિ વાહિની શાંત નથી, તેઓ ગભરાયેલા અને ડરેલા છે.
પોલીસ આવતા વર્ષે ફૂલોનો વરસાદ કરશે
સુકાંત મજુમદારે કહ્યું કે, તમારે જાણવું જોઈએ કે આ તો ફક્ત શરૂઆત છે. અમે કોલકાતાને વચન આપીએ છીએ કે આવતા વર્ષે, પાર્ક સર્કસથી વધુ મોટી, વધુ જોરદાર અને વધુ શક્તિશાળી રામ નવમી શોભાયાત્રા નીકળશે. અને એ જ પોલીસકર્મીઓ જે આજે ચૂપ ઉભા હતા? તેઓ આપણા પર ફૂલો વરસાવશે.
આ પણ વાંચો: ડેન્જર ઝોનમાં દેશના 21 શહેર: 42થી ઉપર પારો જશે, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવી પડશે ગરમી?












