ગુજરાતટ્રેન્ડિંગ

બિલિમોરામાં માતાને સપનામાં આદેશ થતાં તેનાં બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો

નવસારી, તા. 14 નવેમ્બર, 2025: બિલિમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનુ આવ્યું કે તારા બાળકોને મારી નાંખ. જેથી મહિલાએ જાગીને બાજુમાં સુતેલા તેના બાળકોનું ગળું દબાવી દીધુ હતું. જે બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સસરા ભાગી છુટ્યા હતા અને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.

ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતા અટકાવીને ઝડપી લીધી હતી અને બંને બાળકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી હતી. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરૂ કરી હતી.

રાજકોટમાં પણ એક માતાએ તેના બે સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. નવાગામ (આણંદપર) ગામમાં એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કાળજુ કંપાવનારી આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના અધિકારીઓ અને બી-ડિવીઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. પરિણીતાએ કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટી શેરી નં.6માં રહેતી 28 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ તેની બે પુત્રી 8 વર્ષીય પ્રિયાંશી અને 5 વર્ષીય હર્ષિતાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં અસ્મિતાબેને આ પગલું ભરી લીધું હતું. રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં આ ઘટનાની જાણ થઈ હતી. તેણે દરવાજો તોડીને અંદર જઈ ત્રણેયના મૃતદેહો નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ બી-ડિવીઝન પોલીસ ઉપરાંત ઝોન-1ના ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

Back to top button