ટોપ ન્યૂઝનેશનલ

Bihar: 22 વર્ષે રાજકારણમાં એન્ટ્રી, રાબડી દેવી સરકારમાં બન્યા મંત્રી, હવે બિહારના નવા CM

Bihar New CM Samrat Chaudhri: આજે 15 એપ્રિલ 2026ના રોજ બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ આવી છે. નીતીશ કુમારના રાજીનામા પછી સમ્રાટ ચૌધરીએ પટનાના લોક ભવનમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ બિહારના પ્રથમ ભાજપી મુખ્યમંત્રી બન્યા છે. આ સાથે જ બિહારમાં ભાજપના “સમ્રાટ યુગ”ની શરૂઆત થઈ છે. જેડીયુ તરફથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

સમ્રાટ ચૌધરીનું અસલ નામ રાકેશ કુમાર છે. તેમનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ બિહારના મુંગેર જિલ્લાના તારાપુર પ્રખંડના લખનપુર ગામમાં થયો હતો. હાલ તેઓ 57 વર્ષના છે. તેઓ કુશવાહા (કોએરી) સમુદાય (OBC)માંથી આવે છે, જે બિહારના રાજકારણમાં મહત્વની વોટ બેંક છે. તેમના પિતા શકુની ચૌધરી સાત વખત વિધાનસભ્ય અને સાંસદ રહી ચૂક્યા હતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ બન્યા હતા. માતા પાર્વતી દેવી તારાપુરથી વિધાનસભ્ય હતા અને 2022માં તેમનું અવસાન થયું હતું. આ રીતે તેઓ એક રાજકીય પરિવારમાંથી આવે છે.

શિક્ષણની વાત કરીએ તો સમ્રાટ ચૌધરીએ મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ લિટરેચર (D.Litt. – ઓનરરી) ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમના અફિડેવિટમાં તેઓ સામાજિક સેવાને પોતાનો વ્યવસાય જણાવે છે. તેમની પત્ની મમતા કુમારી વકીલ છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની સંપત્તિ લગભગ 11 કરોડથી વધુ છે અને કોઈ જાહેર જવાબદારી નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સમ્રાટ ચૌધરીની રાજકીય કારકિર્દી 1990ના દાયકાથી શરૂ થઈ. તેઓ પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં સક્રિય હતા. 1999માં રાબડી દેવીની સરકારમાં તેઓ કૃષિ મંત્રી બન્યા હતા. 2000 અને 2010માં તેઓ પરબત્તા વિધાનસભા ક્ષેત્રથી MLA તરીકે ચૂંટાયા. પછી તેઓ જીતન રામ માંઝી સરકારમાં શહેરી વિકાસ અને આવાસ મંત્રી બન્યા. 2018માં તેઓ ભાજપમાં જોડાયા અને બિહાર ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતા. 2020માં તેઓ MLC બન્યા અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા હતા. 2023માં તેઓ બિહાર ભાજપ અધ્યક્ષ બન્યા. જાન્યુઆરી 2024માં તેઓ ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી બન્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ તારાપુરથી ભાજપ તરફથી વિધાનસભ્ય બન્યા.

તેમની કારકિર્દીમાં એક વિશેષ વાત એ છે કે તેઓએ કેશરી પાઘડી પહેરીને વ્રત લીધું હતું કે બિહારમાં ભાજપ સત્તામાં આવે ત્યાં સુધી તે પાઘડી નહીં ઉતારે. આજે તે વ્રત પૂર્ણ થયું છે. તેઓ બિહાર રાજકારણમાં OBC ચહેરા તરીકે જાણીતા છે અને તેમની સંગઠન ક્ષમતા તથા અનુભવને કારણે ભાજપે તેમને પસંદ કર્યા છે.

શપથ ગ્રહણ પછી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે “આ પદ માટે નહીં, પરંતુ બિહારના લોકોની સેવા માટે છે. અમે અખંડિતતા સાથે કામ કરીશું.” તેમના ઉપર બિહારના વિકાસ, કાયદો વ્યવસ્થા અને OBC-અન્ય પછાત વર્ગોના કલ્યાણની અપેક્ષાઓ છે.

આ પણ વાંચો: US-Iran War: ‘તે ભારતે નક્કી….’, શાંતિ મંત્રણામાં ભારતની ભૂમિકા વિશે US રાજદૂતનું મોટું નિવેદન

 

 

Back to top button