ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, ફેડરલ કોર્ટે જ ટેરિફને ગણાવી ગેરકાનૂની

વોશિંગ્ટન, 30 ઓગસ્ટ, 2025: અમેરિકાના પ્રમુખે જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી જ ટેરિફ ટેરિફનું ગાણું ગાયું છે, અનેક દેશો સામે આકરી ટેરિફ લાદનાર ટ્રમ્પ હવે પોતાના ઘરમાં જ ઘેરાઇ ગયા છે. અમેરિકાની અપીલ કોર્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ગેરકાનૂની ગણાવતા ટ્રમ્પને ભારે ઝટકો લાગ્યો છે.
અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે શુક્રવારે ચૂકાદો આપતા જણાવ્યુ હતુ કે કટોકટીની સત્તા હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલ વધુ પડતી ટેરિફ એટલે કે દંટ ગેરકાનૂની છે. અમેરિકી કોર્ટનો આ ફેંસલો ટ્રમ્પની વેપાર નીતિ પરનો સધો હૂમલો હોવાનું મનાઇ રહ્યુ છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી જઇ શકે છે.
હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ટેરિફને વિદેશ નીતિનું એક મહત્વપૂર્ણ હથિયાર બનાવ્યું છે. તેમનું માનવું છે કે આનાથી વેપાર ભાગીદાર દેશો પર દબાણ આવી શકે છે અને નવા કરારો થઈ શકે છે. જો કે, આ ટેરિફને કારણે તેમની સરકારને કેટલીક આર્થિક છૂટછાટો મળી છે, પરંતુ વૈશ્વિક નાણાકીય બજારમાં અનિશ્ચિતતા પણ વધી છે. આ ટેરિફને કારણે, ભારત સહિત ઘણા દેશો સાથે અમેરિકાનો સંઘર્ષ પણ વધ્યો છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું, ‘કાયદો પ્રમુખને કટોકટીની પરિસ્થિતિમાં ઘણા પગલાં લેવાની સત્તા આપે છે, પરંતુ તેમાં ક્યાંય ટેરિફ અથવા કર લાદવાની સત્તાનો ઉલ્લેખ નથી. કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. જો કે, આ કાયદા હેઠળ લાદવામાં આવેલા ટેરિફ આ કેસનો ભાગ ન હતો.
કોર્ટે શું ધ્યાનમાં લીધું?
ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, વોશિંગ્ટન ડીસી સ્થિત ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સનો આ નિર્ણય ટેરિફના બે સેટ પર લાગુ પડે છે. એક એપ્રિલમાં રજૂ કરાયેલ પારસ્પરિક ટેરિફ છે અને બીજો ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલ ટેરિફ છે. આ નિર્ણય ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર વિવિધ કાયદાઓ હેઠળ લાદવામાં આવેલા અન્ય ટેરિફને અસર કરતો નથી.
કોર્ટે ટ્રમ્પને રાહત આપી
જોકે, કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની તક આપવા માટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી અમલમાં રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા પર સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ પણ શરૂ થવાની છે. આના કારણે આ વર્ષે ટ્રમ્પની સમગ્ર આર્થિક નીતિ પર અભૂતપૂર્વ કાનૂની મુકાબલો થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના ચૂકાદાને ગણાવ્યો પક્ષપાતી
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તેને ‘અત્યંત પક્ષપાતી’ કોર્ટ ગણાવી હતી, અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘જો આ ટેરિફ ક્યારેય દૂર કરવામાં આવે છે, તો તે દેશ માટે સંપૂર્ણપણે વિનાશક હશે.’ તેમ છતાં, તેમણે નિર્ણયને ઉલટાવી દેવાની આગાહી કરતા કહ્યું હતું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટની મદદથી ટેરિફ દેશ માટે ફાયદાકારક રહેશે. હવે સુપ્રીમ કોર્ટનો વારો છે
હકીકતમાં, યુએસ અપીલ કોર્ટના 7-4 બહુમતીના નિર્ણયમાં ટ્રમ્પ દ્વારા એપ્રિલમાં તેમના વેપાર યુદ્ધના ભાગ રૂપે લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા અલગ ટેરિફની માન્યતાને ધ્યાનમાં લેવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ક્યારે જાય છે અને તેનો નિર્ણય શું હશે?
આ પણ વાંચોઃ ભારતમાં CNG નેટવર્કનો વિસ્તાર, 2030 સુધીમાં 18000 સ્ટેશનો બનાવવાનું લક્ષ્ય












