ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આમ જનતા માટે રાહતના સમાચાર, ખાદ્ય તેલ થશે સસ્તુ, સરકારે ઘટાડી આયાત જકાત

નવી દિલ્હી, 31 મે, 2025: કેન્દ્ર સરકારે આમ જનતાને મોટી ખુશ ખબર આપી છે. સરકારે ખાદ્ય તેલની કિંમતને કાબૂમાં લેવા માટે મોટુ પગલું ઉઠાવ્યુ છે. કેન્દ્રએ ગઇકાલે જારી કરેલા એક નોટીફિકેશન મારફતે ખાદ્ય તેલ પરર બેઝિક આયાત જકાતમાં 10 ટકા ઘટાડો કર્યો છે. આ ફેરફાર આજથી જ એટલે કે 31 મેથી લાગુ પડશે. આયાત જકાતમાં ઘટાડાથી વિદેશી બજારોમાંથી આવતા તેલ સસ્તા થશે, જેના કારણે ઘરેલુ બજારમાં પણ તેલની કિંમતો કાબૂમાં આવશે.

નોંધનીય છે કે ભારત પોતાની 70 ટકાથી વધુ વનસ્પતિ તેલની માંગ આયાત દ્વારા પૂરી કરે છે. જે મુખ્યત્વે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પાસેથી પામ તેલની ખરીદી કરી છે, જ્યારે આર્જેન્ટીના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન પાસેથી સોયાબીન તેલ અને સૂરજમુખી તેલની આયાત કરે છે.

હવે કેટલી જકાત લાગશે?

અગાઉ, સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી હતી. આ નવા ઘટાડા પછી, આ ત્રણેય તેલ પરની કુલ આયાત ડ્યુટી 27.5 ટકાથી ઘટીને 16.5 ટકા થઈ જશે. આનું કારણ એ છે કે ભારતના કૃષિ માળખાગત સુવિધા અને વિકાસ સેસ અને સમાજ કલ્યાણ સરચાર્જ પણ તેમના પર લાદવામાં આવે છે.

આ પહેલા જકાતમાં ફેરફાર ક્યારે કરવામાં આવ્યા હતા?

સપ્ટેમ્બર 2024માં, ભારતે ક્રૂડ અને રિફાઇન્ડ વનસ્પતિ તેલ પર 20 ટકાની મૂળભૂત કસ્ટમ જકાત લાદી હતી. તે ફેરફાર પછી, ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 27.5 ટકા આયાત ડ્યુટી લાગતી હતી. જ્યારે તે પહેલાં તે 5.5 ટકા હતી. આ ત્રણેય તેલના રિફાઇન્ડ ગ્રેડ પર હવે 35.75 ટકા આયાત જકાત લાગે છે.

આ પણ વાંચોઃ દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં $6.99 બિલિયનનો જંગી વધારો, જાણો સોનાના ભંડારના મૂલ્યનું શું થયું

Back to top button