ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

RTE પ્રવેશ પ્રક્રિયામાં મોટો ફેરફાર: વાલીઓ હવે પાળી પણ પસંદ કરી શકશે

ગાંધીનગર, 21 માર્ચ 2026: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રાઇટ ટુ એજયુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવતા વંચિત જૂથનાં બાળકો સાથે થતા અન્યાયને રોકવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી અનેક ખાનગી શાળાઓ RTE હેઠળના બાળકોને માત્ર બપોરની પાળીમાં જ પ્રવેશ આપી, સવારની પાળી માત્ર ફી ભરતા વિદ્યાર્થીઓ માટે અનામત રાખતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.

આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શિક્ષણ વિભાગે હવે RTE ઓનલાઇન પોર્ટલમાં મહત્ત્વનો ટેકનિકલ ફેરફાર કરીને પાળી પદ્ધતિ’નો નવો વિકલ્પ ઉમેર્યો છે. આ ફેરફારને કારણે હવે વાલીઓ ફોર્મ ભરતી વખતે જ પોતાની પસંદગીની પાળી પસંદ કરી શકશે, જેનાથી શાળાઓની મનમાની પર કાયમી રોક લાગશે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ. 1ની કુલ બેઠકોની 25 ટકા બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મક્ત શિક્ષણ આપવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે, બે પાળીમાં ચાલતી શાળાઓ RTEના બાળકોને પરાણે બપોરની પાળીમાં જ ધકેલી દે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ નિર્ણયના પગલે હવે અમદાવાદ સહિત રાજ્યના તમામ DEO-DPEO પાસે જે તે જિલ્લામાં બે પાળીમાં ચાલતી ખાનગી શાળાઓની વિગતો મંગાવવામાં આવી હતી. સામાન્ય રીતે શાળાઓ સવારની પાળીમાં ઊંચી ફી લેતા વિદ્યાર્થીઓને રાખતી હોય છે. પરંતુ હવે ઓનલાઇન પોર્ટલ પર જ પાળીનો વિકલ્પ આવી જતાં શાળાઓ બાળકને પાળીના બહાને પ્રવેશ નકારવાની હિંમત કરી શકશે નહીં.

અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા બપોર પાળીમાથી સવાર પાળીમાં પ્રવેશ ફેરફાર કરવા માટે પણ વિવિધ ટ્રસ્ટના નામે લાખો રૂપિયા ડોનેશનની પણ માગ કરાતી હોવાની પણ ફરિયાદો ઊઠે છે.

આ પણ વાંચો: ભારતના 7 રાજ્યોમાં આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડનારા ISIના 9 જાસૂસની ગાઝિયાબાદમાં ધરપકડ

Back to top button