
Ahmedabad Crime News: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઈમેલ દ્વારા શાળાઓ, સરકારી કચેરીઓ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા મેસેજ કરવામાં આવતા હતા. આ ધમકીઓ મોટેભાગે શાળાઓ, એરપોર્ટ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવીને આપવામાં આવતી હતી.
અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલો અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઇમેલ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બની ધમકીભર્યા ઇમેલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી Ahmedabad Crime Branch દ્વારા કરવામાં આવી છે.
માહિતી મુજબ, આરોપી ખાલિસ્તાનના નામે ધમકીભર્યા ઈમેઈલ મોકલી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસના આધારે આરોપીને West Bengalમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
આ ધમકીઓના કારણે શાળાઓમાં એવેક્યુએશન કરવું પડતું હતું, વિદ્યાર્થીઓને ઘરે મોકલવા પડતા હતા તેમજ સરકારી કચેરીઓ અને અન્ય જાહેર સ્થળોએ અફરાતફરીનો માહોલ સર્જાતો હતો.
પોલીસે ઈમેઈલ હેડર વિશ્લેષણ અને સાયબર ટ્રેકિંગ દ્વારા આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. આ કેસ રાજ્યમાં બોમ્બ ધમકી મામલે પહેલી મોટી ધરપકડ તરીકે જોવામાં આવી રહ્યો છે.












