90 દિવસ પછી વિશ્વની શું થશે હાલતઃ ભારતની વૃદ્ધિ પર સંકટ, યુએસ ટેરિફ પર મૂડીઝની ચેતવણી

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2025: આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે બુધવારે કરેલા પૂર્વાનુંમાને ભારત સહિત વિશ્વના અનેક દેશોની ચિંતાઓમાં વધારો કર્યો છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2025માં પોતાના અગાઉના અનુમાન 6.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કર્યો છે, ફેબ્રુઆરીમાં વૃદ્ધિ દર 6.6 ટકા રહેશે તેવી આગાહી કરી હતી. પોતાના અનુમાનમાં મૂડીઝે કહ્યુ કે ટેરિફને કારણે ઝળૂંબતી મંદીને કારણે વ્યવસાય અને રોકાણને માઠી અસર થશે.
મૂડીઝે પોતાના રિપોર્ટમાં વધુમાં કહ્યુ છે કે ટેરિફ અને ટ્રેડમાં ખેંચતાણને કારણે વૈશ્વિક વેપારને અસર થશે, ક્ષેત્રયો નિકાસમાં ઘટાડો થશે અને તેનાથી કારોબારને નુકસાન થશે સાથે જ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં રોકાણમાં ઘટ આવશે.
રેટિંગ એજન્સીના અનુસાર અમેરિકાના દરોને કારણે ઋણની સ્થિતિ નબળી પડશે અને ખાસ કરીને ઓછા રેટિંગવાળી કંપનીઓ માટે ડિફોલ્ટનું જોખમ વધશે. તેનાથી આનાથી વૈશ્વિક ધિરાણની સ્થિતિ બગડશે અને અણધારી યુએસ વેપાર નીતિથી વ્યાપક આર્થિક અસરો સાથે વૃદ્ધિ ધીમી થશે. તેમજ મંદીનું જોખમ પણ વધશે.
વિકાસ દર ધીમો પડશે
“ટેરિફનું સૌથી મોટું જોખમ બિન-નાણાકીય કોર્પોરેટ ક્ષેત્રો માટે છે. નીચા રેટિંગવાળી કંપનીઓને ક્રેડિટ બજારો પરની તેમની નિર્ભરતાને કારણે અસર થશે. મોટાભાગની બેંકો અને સાર્વભૌમ માટે, જોખમો આર્થિક નબળાઈને કારણે પરોક્ષ છે,” મૂડીઝ રેટિંગ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું.
મૂડીઝ તરફથી આ અનુમાન વિશ્વભરના દેશો પરના ટેરિફ રેટને 90 દિવસ માટે 10 ટકા અને ચીન પર 145 ટકા પર લાવવામાં આવ્યા બાદ કરવામાં આવ્યું છે. હવે 16 એપ્રિલે તેમાં વધુ વધારો કરીને 245 ટકા કરવામાં આવ્યો છે.
વૈશ્વિક ચિંતા વધશે
મૂડી રેટિંગ્સે જણાવ્યું હતું કે, “ટેરિફ નાણાકીય બજારોને હચમચાવી નાખે છે અને વૈશ્વિક આર્થિક મંદીના જોખમમાં વધારો કરે છે. સતત અનિશ્ચિતતા વ્યાપાર આયોજનને અવરોધે છે, રોકાણને અટકાવે છે અને ગ્રાહક સેન્ટિમેન્ટ પર બોજ પડે છે.”
એજન્સીએ જણાવ્યું હતું કે જ્યારે જાહેર કરાયેલ ‘વિરામ’ વ્યવસાયોને ઉત્પાદન અને સોર્સિંગને સમાયોજિત કરવા માટે વધુ સમય આપશે, ત્યારે 90 દિવસ પછી ડ્યુટી વ્યવસ્થા અંગે સ્પષ્ટતાનો અભાવ વ્યવસાય આયોજનને અવરોધે છે, રોકાણને અટકાવશે અને ધીમી વૃદ્ધિ કરશે.
આ પણ વાંચોઃ આ વસ્તુઓને તુલસી પાસે એક વાર જરૂર રાખોઃ બંધ કિસ્મતના તાળા ખુલશે












