ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

રીમોટ કે ડાયરેક્ટ સ્વીચ? જાણો AC બંધ કરવાની સાચી રીત

Best way to turn off AC remote vs main switch:  ઘરમાં એર કન્ડીશનર (AC) નો ઉપયોગ કરતી વખતે જાણતા કે અજાણતા થતી નાની ભૂલના કારણે મોંઘુદાટ AC સમય પહેલા જ બગડી જતું હોય છે, જેના કારણે હજારો રૂપિયાનો ખોટો ખર્ચ થાય છે. ઘણા લોકો AC બંધ કરવા માટે અલગ-અલગ રીત અપનાવતા હોય છે. કેટલાક લોકો રીમોટથી AC બંધ કરે છે, જ્યારે કેટલાક લોકો સીધા મેઈન સ્વીચ કે બોર્ડ પરથી જ AC બંધ કરી દે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

AC બંધ કરવાની શ્રેષ્ઠ રીત કઈ?

નિષ્ણાતોના મતે AC ને બંધ કરવાની સૌથી સાચી અને સુરક્ષિત રીત રીમોટ કંટ્રોલ (Remote) જ છે.
  • રીમોટથી બંધ કરવાના ફાયદા: AC ના રીમોટમાં પાવર માટે લાલ રંગનું બટન આપેલું હોય છે. જ્યારે તમે રીમોટની મદદથી AC બંધ કરો છો, ત્યારે કંપની દ્વારા સેટ કરેલી સિસ્ટમ મુજબ AC નો આંતરિક પંખો અને કમ્પ્રેસર ધીમે-ધીમે સુરક્ષિત રીતે બંધ થાય છે. આનાથી AC ના મેકેનિઝમ પર વધારાનો ભાર પડતો નથી.
  • ડાયરેક્ટ સ્વીચથી બંધ કરવાના નુકસાન: ઘણા લોકો સીધા પાવર સ્વીચથી AC બંધ કરી દે છે. આમ કરવાથી AC ના મેકેનિઝમ અને સર્કિટ પર એકાએક ભારે લોડ પડે છે. જો સતત ડાયરેક્ટ સ્વીચથી જ AC બંધ કરવામાં આવે તો તે ખૂબ ઝડપથી બગડી શકે છે.

આ પણ વાંચોઃ ICC T20 રેન્કિંગ: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની લાંબી છલાંગ, સ્મૃતિ મંધાના ટોપ 5 માં યથાવત

આથી, નવા કે જૂના AC ની લાઈફ વધારવા માટે તેને હંમેશા પહેલાં રીમોટથી જ બંધ કરવું જોઈએ જેથી તેની સિસ્ટમ યોગ્ય રીતે શટડાઉન થઈ શકે.

આ પણ વાંચોઃ Vadodara : ‘હવે આ નારાજ ફૂફાજીઓ…’, PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

Back to top button