ટ્રેન્ડિંગનેશનલમીડિયા

બેંગલુરુ/ એન્જિનિયર દંપતીએ કેમ કરી હતી આત્મહત્યા? સામે આવ્યું કારણ

Why did the engineer couple commit suicide: બેંગલુરુમાં ઇજનેર દંપતીની આત્મહત્યાની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. માહિતી અનુસાર બાનુ ચંદ્રા રેડ્ડી અને તેમની પત્ની બીબી સાઝિયા સિરાઝ લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા હતા. બંને સારી નોકરીમાં હતાં અને સુખી જીવન જીવી રહ્યા હતા, પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાતા તેમનું જીવન સંકટમાં આવી ગયું.

માહિતી મુજબ બાનુ ચંદ્ર રેડ્ડી અગાઉ વિદેશમાં ઉચ્ચ પગારની નોકરી કરતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને  AIના વધતા ઉપયોગને કારણે તેમની નોકરી ખતમ થઈ ગઈ. ત્યારબાદ તેઓ એક વર્ષથી બેંગલુરુમાં નવી નોકરીની શોધમાં હતા, પરંતુ સફળતા મળી નહોતી. બીજી તરફ તેમની પત્ની પણ કામ કરતી હતી, છતાં આવકમાં ઘટાડો થતાં આર્થિક દબાણ વધી ગયું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરિવારિક તણાવ પણ આ ઘટનાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. બંનેના લગ્નને લઈને પરિવાર તરફથી પૂરતો સ્વીકાર ન મળતા સંબંધોમાં તણાવ વધ્યો હતો. આર્થિક સમસ્યાઓ અને પરિવારિક દબાણ વચ્ચે દંપતી માનસિક રીતે નબળા બનતા ગયા.

ઘટના મુજબ પત્ની ઘરે ન હોય ત્યારે બાનુ ચંદ્ર રેડ્ડીએ પોતાનું જીવન સમાપ્ત કર્યું. ત્યારબાદ પત્ની ઘરે આવી અને પતિને આ હાલતમાં જોઈને આઘાતમાં આવી ગઈ. આ દુઃખ સહન ન કરી શકતા તેમણે પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

પોલીસને સ્થળ પરથી એક નોટ પણ મળી આવી છે, જેમાં પતિએ પોતાની ઇચ્છાથી આ પગલું ભર્યાનું લખ્યું છે અને પત્નીને જવાબદાર ન ઠેરવવાની વિનંતી કરી છે. આ ઘટનાએ બેરોજગારી અને માનસિક આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.::

આ પણ વાંચો : 54 વર્ષ બાદ NASAનું મૂન મિશન: હવે એસ્ટ્રોનટ્સને સાથે સ્માર્ટફોન પણ લઈ જવાની છૂટ મળી

Back to top button