વડોદરા જિલ્લાના 21 સ્થળોએ પાણીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવાયો
વડોદરા, તા. 27 જૂન, 2025: વડોદરા શહેરમાં આવેલી ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના તાજેતરમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ બંને વિદ્યાર્થીઓ અંકોડીયા ગામની કેનાલમાં ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડે બંને મૃતકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. આ કરૂણ ઘટના બાદ મેડિકલ કોલેજ અને પરિવારજનોમાં દુખનો માહોલ છવાયો હતો. ઘટનાની નોંધ લઈને જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર (નગરપાલિકા વિસ્તાર સહિત)માં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે 21 સ્થળોએ પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
નર્મદા મેઇન કેનાલ ગામ-ડુમા, દેવ નદી ગામ-વ્યારા, હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ, બસ સ્ટેશન પાછળ આવેલ નાળુ, તરસવા ગામે, નર્મદા મેઇન કેનાલ ગામ-તેનતલાવ, નર્મદા માઇનોર કેનાલ ગામ-કુંઢેલા, અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી વડદલી અને ભાલોદરા ગામ,અંગુઠણ નારીયા રોડ પાસે આવેલ કુવાની સામે આવેલ સરકારી કાંસનો ઉંડો ખાડો, દિવેર ગામે મઢીએ, નારેશ્વર ઘાટ, નર્મદા નદી લીલોડ એ સાયર ગામ, લાંછનપુર મહિસાગર નદીના પ્રવાહમાં, કનોડા મહિસાગર નદીના પટ્ટમાં પોઇચા(ક) ગામ, ચેકડેમ સિંધરોટ, મહિસાગર નદીના પાણીમાં, મુજપુર બ્રિજ મહી નદી, અંબાજી માતા તળાવ પાદરા અને મહિસાગર નદી તટ ડબકા ગામ સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
આ જાહેરનામું તા. ૦૨-૦૮-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાગી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી સામે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી! જાણો વિગત












