ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

હિન્દુઓને પૂજા કરતા રોકવા માટે કટ્ટરપંથીઓએ કર્યું મહાપાપ, 200 વર્ષ જૂના વડના વૃક્ષને કાપ્યું

બાંગ્લાદેશ, 06 મે 2025: બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓની હાલત ખરાબ છે. તેઓ યોગ્ય રીતે પૂજા પાઠ કરી શકતા નથી. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની કરતૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હિન્દુઓને પૂજા કરતા રોકવા માટે આ કટ્ટરપંથીઓએ મહાપાપ કર્યું છે. તેમણે આરી લઈને વડના ઝાડને કાપી નાખ્યું છે. જે 200 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.

આ ઝાડની નીચે બેસીને હિન્દુ સમુદાયના લોકો પૂજા પાઠ અથવા અનુષ્ઠાન કરતા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો ઝાડની ડાળીઓ પર આરી ચલાવી રહ્યા છે અને આજુબાજુમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ ઈચ્છે છે કે હિન્દુ સમુદાયના લોકો અહીં પૂજા ન કરે.

વડના ઝાડને હિન્દુ સમુદાયના લોકો ખૂબ પવિત્ર માને છે. તેને વટવૃક્ષ અથવા અક્ષયવટ પણ કહેવાય છે. માન્યતા છે કે, આ ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.

બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓની વસ્તી ઘટીને 8 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, પાડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશ બાંગ્લાદેશમાં ધર્માંતરણ અને અત્યાચારના કારણે હવે હિન્દુઓની સંખ્યા સવા કરોડની આસપાસ રહી ગઈ છે. કટ્ટરપંથીઓનો વિચાર ફરી એક વાર દુનિયા જોઈ રહી છે. તેમની નફરતનું આ પરિણામ છે કે 200 વર્ષ જૂના વડના ઝાડને કાપી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયું છે અને મોહમ્મદ યૂનુસને સરકાર ચલાવવાની જવાબદારી મળી છે, ત્યાં ભારત અેન ખાસ કરીને હિન્દુ વિરોધીઓની બોલબાલા થઈ ગઈ છે.

આ પણ વાંચો: IPL 2025: 6 ટીમો માટે પ્લેઓફનું નવું સમીકરણ, હવે જીતવી પડશે આટલી મેચો

Back to top button