IPL 2025: 6 ટીમો માટે પ્લેઓફનું નવું સમીકરણ, હવે જીતવી પડશે આટલી મેચો

IPL 2025: IPL 2025માં હવે 3 ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમોનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હૈદરાબાદ પાસે મેચ જીતવાની વધુ તકો હતી, પરંતુ વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે 6 ટીમો વચ્ચે પ્લેઓફ માટેનો જંગ શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે.
૧. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
RCB હાલમાં 11 મેચ રમી છે, જેમાંથી ટીમે 8 જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે. RCB 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હવે RCB પાસે 3 મેચ બાકી છે, જેમાંથી 1 મેચ જીતીને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.
2. પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સે 11 માંથી 7 મેચ જીતી છે, હાલમાં શ્રેયસ ઐયરની ટીમ 15 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પંજાબને હવે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે 3 માંથી 1 મેચ જીતવી પડશે.
૩. મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હાલમાં મુંબઈ પાસે 3 મેચ બાકી છે અને હાર્દિક પંડ્યાની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 2 મેચ જીતવી પડશે.
૪. ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સ ટીમ ૧૪ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હવે ગિલની ટીમે આગામી 4 મેચમાંથી 2 જીતવી પડશે.
૫. દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ પાસે ૧૧ મેચ બાદ ૧૩ પોઈન્ટ છે અને ટીમ હાલમાં પાંચમા સ્થાને છે. હવે દિલ્હી કેપિટલ્સે આગામી 3 મેચમાંથી 2 જીતવી પડશે.
૬. કોલકાતા નાઈટ રાઈડર્સ
જો કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માંગે છે, તો તેણે તેમની આગામી બધી મેચ જીતવી પડશે. હાલમાં, ટીમ ૧૧ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
આ પણ વાંચો: પાકિસ્તાનની સંસદમાં એવો પ્રસ્તાવ પાસ થયો, જે બાદ જંગ થવાનું નક્કી!












