ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓના હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય વિહીપ દ્વારા આવેદનપત્ર

Text To Speech

બનાસકાંઠા 13 જૂન 2024 :  વૈષ્ણોદેવીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલામાં 10 યાત્રાળુઓના મોત થવાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવીથી શિવખોડી તરફ જતી યાત્રાળુઓની બસ પર તારીખ 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા.જેથી સમગ્ર દેશના હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ડીસા ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા ડીસાના નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર નેહાબેન પંચાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ક્રિકેટર-સાંસદ યુસુફ પઠાણ ઉપર વડોદરામાં સરકારી જમીન પર કબજો કર્યાનો આરોપ

Back to top button