પાકિસ્તાન ભેખડે ભરાયું: બલૂચ આર્મીએ સુરબ શહેર પર કબજો કર્યો, પોલીસ અને સેનાને ખદેડી

ઈસ્લામાબાદ: બલૂચ લિબરેશન આર્મીએ એક મોટો દાવો કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલી બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે કે તેમણે પાકિસ્તાનના એક શહેર પર કબજો કરી લીધો છે. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે તેમણે બલૂચિસ્તાનના કલાત ડિવિઝનમાં સ્થિત સુરબ શહેર પર કબજો કરી લીધો છે.
શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં, BLA પ્રવક્તા જિયાંદ બલોચે જણાવ્યું હતું કે જૂથના લડવૈયાઓએ સુરબ પર “સંપૂર્ણ નિયંત્રણ” મેળવી લીધું છે, સુરક્ષા કર્મચારીઓને નિઃશસ્ત્ર કર્યા છે અને બેંક, લેવી સ્ટેશન અને પોલીસ સ્ટેશન સહિત મુખ્ય સરકારી સ્થાપનો પર કબજો કરી લીધો છે. BLA એ એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં આ અંગે એક નિવેદન જારી કરવામાં આવશે.
Baloch Liberation Army has taken control of Sorab city,as well as Police stations, banks & other Govt buildings, confiscated their weapons/vehicles. Govt buildings/vehicles set on fire. #Balochistan #BalochIndependence pic.twitter.com/HM1FHte5Nk
— Chandan (@chandan_c7) May 30, 2025
બલુચિસ્તાને સુરબ પર કબજો કર્યો
ધ બલુચિસ્તાન પોસ્ટે અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેંકડો સશસ્ત્ર લડવૈયાઓએ સુરબ પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન, બેંકો અને અનેક સરકારી કચેરીઓ પર કબજો કર્યો. તેમણે અહીં હાજર સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા. આ સાથે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સશસ્ત્ર બલુચ લડવૈયાઓએ ઘણા અધિકારીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે.
હુમલા દરમિયાન, બલૂચ લડવૈયાઓએ ઘણા સરકારી વાહનોને આગ ચાંપી દીધી છે. આ સાથે, તેમણે ક્વેટા-કરાચી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સુરબ-ગિદ્દર સહિતના મુખ્ય રસ્તાઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ કારણે, આ સ્થળનો લોકોથી સંપર્ક કપાઈ ગયો છે.
આ પણ વાંચો: કરાર કરવા તે કેટલાક દેશો માટે ફેશન, જયશંકરે ટ્રમ્પને સમજાવી ભારતની વિદેશ નીતિ












