અમદાવાદઉત્તર ગુજરાતકૃષિગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગૃહિણીઓ માટે માઠા સમાચાર! સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા

Prices of Sesame oil and cottonseed oil increased: ગુજરાતના રસોડામાં મોંઘવારીનો તડકો લાગ્યો છે. છેલ્લા એક મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 3015 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2540 રૂપિયા થઈ ગયો છે.

ગયા અઠવાડિયે જ સીંગતેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. છેલ્લા 30 દિવસમાં એક ડબ્બા પાછળ લગભગ 225 રૂપિયાનો વધારો થયો છે, જેથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કારણ શું છે?

વેપારીઓના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડો બંધ હોવાથી કાચા માલની આવકમાં ભારે ઘટાડો થયો છે. આ ઉપરાંત ઈરાન-અમેરિકા તનાવને કારણે ખાદ્ય તેલની માંગ અચાનક વધી ગઈ છે. તહેવારો પહેલાં લોકો તેલના ડબ્બા સ્ટોક કરી રહ્યા છે, જેનાથી ભાવમાં વધુ વધારાની આશંકા છે.

અનાજ માર્કેટ અને મોલ્સમાં તેલના ડબ્બાનું વેચાણ અચાનક વધી ગયું છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો આવક નિયમિત ન થઈ તો આગામી દિવસોમાં તેલના ભાવ હજુ વધુ વધી શકે છે.

આ મોંઘવારીથી રોજિંદા રસોડાના ખર્ચમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને ફરસાણ અને તળેલી વસ્તુઓ બનાવનારા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં હુમલાખોરોએ ગેસની પાઈપલાઈન પર કર્યો મોટો હુમલો, અનેક જિલ્લામાં સપ્લાય ઠપ થઈ

Back to top button