આંતરરાષ્ટ્રીયઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

પાકિસ્તાન સાથે અઝરબૈજાને કર્યો મોટો સોદો, જાણો શું છે હકીકત

કરાંચી, 6 જુલાઇ, 2025: ભારતના ઓપરેશન સિંદૂરના કેટલાક મહિનાઓ બાદ પાકિસ્તાન અને અઝરબૈજાન વચ્ચે એક મોટો સોદો થયો છે. તેની હેઠળ, પાકિસ્તાનનું અર્થતંત્ર અલગ અલગ સેક્ટર્સમાં અઝરબૈજાન 2 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરશે.

ઓપરેશન સિંદૂર દરમિયાન અજરબૈજાને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો, મીડિયા રિપોર્ટના અનુસાર અઝરબૈજાને તૂર્કી સાથે મળીને ભારત વિરુદ્ધ પાકિસ્તાનની સેનાને ડ્રોન તથા હવે અન્ય સૈન્ય ઉપકરણો પૂરા પાડ્યા હતા, ત્યારથી ભારતની સાથે અઝરબૈજાનના સંબંધો બગડી ગયા છે.

બન્ને દેશો વચ્ચે સોદા પર થયા હસ્તાક્ષર

શુક્રવારે આર્થિક સહયોગ સંગઠન (ECO) સમિટ દરમિયાન વડા પ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ વચ્ચે થયેલી બેઠક બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ પર નાયબ વડા પ્રધાન/વિદેશ પ્રધાન ઇશાક ડાર અને અઝરબૈજાનના અર્થતંત્ર પ્રધાન મિકાયલ જબ્બારોવ દ્વારા અઝરબૈજાનના ખાનકેન્ડીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અલીયેવ અને શરીફ બંને હાજર હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો તેમની વચ્ચે રોકાણ અને વેપાર સંબંધોને ઐતિહાસિક સ્તરે લઈ જવા માંગે છે. આ કારણે, અઝરબૈજાનના રાષ્ટ્રપતિની પાકિસ્તાન મુલાકાત દરમિયાન એક વિગતવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જોકે અલીયેવ ક્યારે પાકિસ્તાનની મુલાકાત લેશે તે હજુ સુધી પુષ્ટિ થયેલ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષે પાકિસ્તાનની મુલાકાત લેવાના છે.

શાહબાઝ અઝરબૈજાનનો આભાર માન્યો

આ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, શાહબાઝ શરીફે અલીયેવને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ECO સભ્ય દેશોમાં પ્રાદેશિક જોડાણ અને આર્થિક એકીકરણને મજબૂત બનાવવા માટે અઝરબૈજાનના પ્રયાસોની પણ પ્રશંસા કરી. EOC ના સભ્ય દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, લિબિયા, વેનેઝુએલા, ઇક્વેટોરિયલ ગિની, અંગોલા, કોંગો, અલ્જેરિયા, નાઇજીરીયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદો

આ ઉપરાંત, અઝરબૈજાને તાજેતરમાં પાકિસ્તાન પાસેથી 40 JF-17 ફાઇટર જેટ ખરીદવાની જાહેરાત કરી છે. 4.6 અબજ ડોલરના આ સંરક્ષણ સોદા હેઠળ અઝરબૈજાને JF-17નો ઓર્ડર 16 થી વધારીને 40 કર્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચીન સાથે મળીને JF-17 ફાઇટર જેટ બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ આર્જેન્ટિના પહોંચ્યા PM મોદી, રાષ્ટ્રપતિ મિલેઇ સાથે લિથીયમ અને ઉર્જા સહયોગ પર મહત્ત્વની ચર્ચા

Back to top button