કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના કાફલા પર મોડી રાત્રે હુમલો

અમરેલી, તા. 23 સપ્ટેમ્બર, 2025: પ્રતાપ દુધાત સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને સોમનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે અમરેલીના દુધાળા નજીક હુમલો થયો હતો. દુધાતે જણાવ્યું કે, હુમલો કરતા સમયે તેમના કાફલામાં ત્રણ ગાડીઓ હતી. લગભગ 50 લોકોના ટોળાએ રસ્તો રોકી હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ગાડીઓ ઉપર ધોકાથી હુમલો કર્યો હતો. એક ગાડીના કાચ તૂટી ગયા છે અને ઘટનાસ્થળે અકરાતકરી મચી ગઈ હતી.
તાજેતરમાં જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેની ટોચના નેતૃત્વએ પણ ગંભીર નોંધ લીધી હતી, જે બાદ પ્રતાપ દૂધાતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી અટકળો વહેતી થઈ હતી.











