ગુજરાતટ્રેન્ડિંગ

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ

  • ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન
  • સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું
  • તમામ ખેડૂતો આગામી 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ બધા વચ્ચે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી હતી.

સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું

ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી છે.

તમામ ખેડૂતો આગામી 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે

જોકે આ અવધી પૂરી થવા આવી છે, ત્યારે કોઈ ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસ વધારવામાં આવ્યા છે. આમ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતો આગામી 5 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા કેસનો આંકડો જાણી ચોંકી જશો

Back to top button