અનુષ્કા-વિરાટની દિકરી વામિકા પાંચ વર્ષની થઈ, એકટ્રેસે લખી ઈમોશનલ પોસ્ટ

- 11 જાન્યુઆરીના રોજ વામિકાના પાંચમા જન્મદિવસે અનુષ્કા માતૃત્વના પોતાના અનુભવો શેર કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી
HD ન્યુઝ ડેસ્કઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી Anushka-Virat’s daughter વામિકા 5 વર્ષની થઈ ગઈ છે. 11 જાન્યુઆરીના રોજ વામિકાના પાંચમા જન્મદિવસે અનુષ્કા માતૃત્વના પોતાના અનુભવો શેર કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલી સાથે આ ખાસ દિવસની ઉજવણી કરતી વખતે અનુષ્કાએ ખુલાસો કર્યો કે માતા બનવાથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને તે આ પરિવર્તનને પૂરા દિલથી સ્વીકારે છે.
Anushka Sharma’s Insta story for Vamika. She loves motherhood 🥹❤️ pic.twitter.com/TTxDYqBFYT
— Pari (@BluntIndianGal) January 11, 2026
અનુષ્કાની ખાસ પોસ્ટ વાયરલ
અનુષ્કાએ 11 જાન્યુઆરી 2021ના રોજ વામિકાને જન્મ આપ્યો હતો. તેની પુત્રીના જન્મદિવસ પર તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેરેન્ટિંગ વિશેની એક ભાવનાત્મક પોસ્ટ ફરીથી શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું કે માતા બનવું એ ફક્ત તમારા જીવનમાં એક નવી ભૂમિકા ઉમેરવું એ જ નથી, પરંતુ સંપૂર્ણ પરિવર્તનની પ્રક્રિયા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે માતા બન્યા બાદ જરૂરિયાતો પૂરી થતી નથી, પરંતુ તે નવી રીતે વ્યવસ્થિત થઈ જાય છે. થાકેલી આંખો અને ભારે હૃદય સાથે આ યાત્રા પ્રેમ અને થાક, આનંદ અને ભાવનાત્મક બોજ બધું એક સાથે લાવે છે.
પોસ્ટ શેર કરતા અનુષ્કાએ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી હતી અને હું મારા એવા કોઈ પણ રૂપમાં પરત જવા નથી ઈચ્છતી, જેમાં તારે ન જવું હોય મારા બાળક. 11 જાન્યુઆરી, 2021.
View this post on Instagram
ડિસેમ્બરમાં ઘણા મહિનાઓ પછી અનુષ્કા તાજેતરમાં ભારતમાં જોવા મળી હતી, જ્યારે તે પતિ વિરાટ કોહલી સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. આ દંપતી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે અને તેમના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપે છે.
Anushka Sharma’s Insta story for Vamika. She loves motherhood 🥹❤️ pic.twitter.com/TTxDYqBFYT
— Pari (@BluntIndianGal) January 11, 2026
વિરાટ અને અનુષ્કાનું પારિવારિક જીવન
અનુષ્કા અને વિરાટ 2013 માં એક જાહેરાત શૂટ દરમિયાન મળ્યા હતા. લગભગ ચાર વર્ષ ડેટિંગ કર્યા પછી તેમણે ડિસેમ્બર 2017 માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. વામિકા પછી તેમણે 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ તેમના બીજા બાળક અકાયનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચોઃ ડિવોર્સ પછી દોસ્ત સાથે નામ જોડાતાં માહી વિજે તોડી ચુપ્પી, જય ભાનુશાલીએ કર્યો સપોર્ટ












